Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સિંગર જુબિન નૌટિયાલ હોસ્પિટલમાં દાખલ

ઘરમાં સીડી પરથી નીચે પડતા ગંભીર ઇજાઓ

મુંબઇ તા. ૨ : સિંગર જુબિન નૌટિયાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી અનુસાર સિંગરઙ્ગજુબિન નૌટિયાલઙ્ગગુરૃવારે ઘરે સીડી પરથી નીચે પડી ગયા હતા અને આ દરમિયાન તેમને ગંભીર ઈજાઓ થઈ છે. સાથે જ જાણવા મળ્યું છે કે જુબિન નૌટિયાલની કોણી તૂટી ગઈ છે અને આ સિવાય તેના માથા, પાંસળી અને કપાળ પર પણ ઈજા છે. હાલ જુબિન નૌટિયાલને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઙ્ગજુબિન નૌટિયાલનું નવું ગીત 'તું સામને આયે' તાજેતરમાં રિલીઝ થયું છે અને આ ગીત ગાયક યોહાની સાથે ગાયું છે. જણાવી દઈએ કે ગુરુવારે નૌટિયાલ અને યોહાની ગીતના લોન્ચિંગ સમયે સાથે જોવા મળ્યા હતા અને આ પછી જઙ્ગજુબિન નૌટિયાલઙ્ગઈજા થઈ. આ અકસ્માતને કારણે સિંગરને તેના જમણા હાથનું ઓપરેશન કરાવવું પડશે અને હાલ ડોકટરોએ તેને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.ઙ્ગ

સિંગર જુબિન નૌટિયાલે પોતાના અવાજની તાકાતથી દરેક ભારતીયોના દિલમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. 'રાતા લંબિયા,' 'લૂંટ ગયે,' 'હમનવા મેરે,' , 'તુઝે કિતને ચાહને લગે હમ,' 'તુમ હી આના', 'બેવફા તેરા માસૂમ ચેહરા' જેવી ઇન્ટરનેશનલ હિટ ગીતો સાથે પણ લોકો તેને વીડિયોમાં જોવાનું પસંદ કરે છે. હાલ તેના ચાહકો સિંગરની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.(

(4:19 pm IST)