Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વિશ્વના સૌથી મોંઘા બટેટા, ભાવ કિલોના રૂા.૫૦,૦૦૦ !

ફ્રેન્‍ચ ટાપુમાં તેની ખેતી થાય છેઃ વિશ્વની પાંચ સૌથી મોંઘી શાકભાજીની યાદીમાં સામેલ છે

નવી દિલ્‍હી, તા.૨: બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. દરેકના ઘરમાં તેમાંથી અનેક પ્રકારની સ્‍વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. જ્‍યારે પણ તમે માર્કેટમાં જાઓ છો ત્‍યારે બટાકાની કિંમત ૩૦ થી ૭૦ રૂપિયા -તિ કિલોની વચ્‍ચે રહે છે. આવી સ્‍થિતિમાં જો એક કિલો બટાકાની કિંમત ૪૦ થી ૫૦ હજાર રૂપિયા કહેવામાં આવે તો તમે ચોંકી જશો. તમે આ વાત પર વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સત્‍ય છે. વિશ્વમાં આવા વિવિધ -કારના બટાકાની ખેતી કરવામાં આવે છે, જેની એક કિલોની કિંમત ૫૦ હજારની નજીક છે.

તેની ખેતી કયાં થાય છે? Le Bonnotte નામના આ બટાકાની ખેતી ફ્રેન્‍ચ ટાપુ Ile de Noirmoutier માં થાય છે. તેની ખેતી રેતાળ જમીન પર થાય છે. સીવીડ તેના ખાતર તરીકે કામ કરે છે. એવું કહેવાય છે કે તે માત્ર ૫૦ ચોરસ મીટર જમીન પર જ ઉગાડવામાં આવે છે.

પોટાટોરવ્‍યુ વેબસાઈટ મુજબ, તેની પ્રતિ કિલોગ્રામ સરેરાશ કિંમત ૫૦૦ યુરો એટલે કે લગભગ રૂ ૪૪૨૮૨ પ્રતિ કિલો છે. જોકે તેની કિંમત સતત ઉપર અને નીચે થતી રહે છે.ગ્‍લોબલ મીડિયા કંપની કોન્‍ડે નાસ્‍ટ ટ્રાવેલે તેને વિશ્વની પાંચ સૌથી મોંઘી શાકભાજીમાં સામેલ કરી છે.

બટાકાની સૌથી દુર્લભ વિવિધતાઃ આ બટાટાને દુર્લભ પ્રજાતિની શ્રેણીમાં રાખવામાં આવ્‍યો છે. Le Bonnotte દર વર્ષે માત્ર ૧૦ દિવસ માટે જોવા મળે છે. તેની ખેતી માટે ખૂબ કાળજી લેવી જરૂરી છે. લા બોનોટે બટાટા રોપ્‍યાના ત્રણ મહિના પછી તેને ખોદી કાઢવામાં આવે છે. તે ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે અને મેમાં ખોદવામાં આવે છે. આ બટાકાને જમીન પરથી હટાવવા માટે હળવા હાથનો ઉપયોગ કરવો પડશે, નહીં તો નુકસાન થઈ શકે છે.

કયાં કેટલું: આ બટાકાનો સ્‍વાદ ખારો હોય છે. તેનો ઉપયોગ પ્‍યુરી, સલાડ, સૂપ અને ક્રીમ બનાવવા માટે થઈ શકે છે. તેમજ તેનું સેવન અનેક રોગો સામે ફાયદાકારક માનવામાં આવે છે. ઈ-કોમર્સ વેબસાઈટ ટ્રેડ ઈન્‍ડિયા પર એક કિલો Le Bonnotteની કિંમત ૬૯૦ USD એટલે કે ૫૬,૦૨૦ kg છે. તે જ સમયે, Go for World Business પર ૫૦૦ ગ્રામ બટાકાની કિંમત ૩૦૦ USD એટલે કે ૨૪ હજાર રૂપિયા છે.

(4:48 pm IST)