Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સમાવેશ કરવા માટે હિન્દુ મહાસભાના નેતા સ્વામી ચક્રપાણીની અરજી પર વિચાર કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

ન્યુદિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં હિંદુ મહાસભાના સ્વામી ચક્રપાણિનો સમાવેશ કરવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. CJIએ ટિપ્પણી કરી કે અયોધ્યા ટ્રસ્ટમાં અરજદારને સામેલ કરવાનો કોઈ અધિકાર નથી.

સરકારે નિયમો બનાવવાના છે. તે મુજબ જો અમે રિટ પિટિશન ફગાવી દઈશું તો કંઈ થશે નહીં. તમે અયોધ્યા ટ્રસ્ટનો ભાગ બનવા માંગો છો, સરકાર પાવે તમારું પ્રતિનિધિત્વ કરો. અમે આ સાંભળીશું નહીં. અમે તેમાં બિલકુલ પડવા માંગતા નથી. જો તમે તેને પાછું લેવા અને પગલાં લેવા માંગતા હો, તો તમે તે કરી શકો છો  બેન્ચ અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલો સાથે સહમત ન હતી અને અરજદારને તેની રજૂઆત ચાલુ રાખવા અને અરજી પાછી ખેંચવાની ભલામણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર પોતાનો ચુકાદો આપતાં કેન્દ્રને મંદિર માટે ફેબ્રુઆરી, 2020 માં ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે અયોધ્યા અધિનિયમ, 1993 માં ચોક્કસ ક્ષેત્રના સંપાદન હેઠળ સંપાદિત જમીન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ફાળવવા માટે એક સૂચના બહાર પાડી હતી. મહંત નૃત્ય ગોપાલ દાસ ટ્રસ્ટના અધ્યક્ષ છે, જેમાં VHPના ઉપાધ્યક્ષ ચંપત રાય, વરિષ્ઠ વકીલ કે પરાસરણ, ભૂતપૂર્વ IAS અધિકારી નૃપેન્દ્ર મિશ્રા વગેરેનો સમાવેશ થાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, અયોધ્યા અને રાજ્ય સરકારના સચિવ ટ્રસ્ટના હોદ્દાની રૂએ સભ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)