Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

મની લોન્ડરિંગ કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રીના નાયબ સચિવ સૌમ્ય ચૌરસિયાની ઇડીએ કરી ધરપકડ

આવકવેરા વિભાગે ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે તેણે રાયપુરમાં દરોડા પાડીને 100 કરોડ રૂપિયાથી વધુના કથિત હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો .

રાયપુર: મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા છત્તીસગઢના એક ટોચના અમલદારની ધરપકડ કરવામાં આવી છે. EDએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નાયબ સચિવ સૌમ્યા ચૌરસિયાની ધરપકડ કરી છે.

આવકવેરા વિભાગે ગયા વર્ષે જૂનમાં કહ્યું હતું કે તેણે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં દરોડા પાડીને 100 કરોડ રૂપિયાથી વધુના કથિત હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવાલા વ્યવહારો હેઠળ રોકડ વ્યવહારો ઔપચારિક બેંકિંગ સિસ્ટમની બહાર થયા છે.

ફેબ્રુઆરી 2020માં સૌમ્યા ચૌરસિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ કેન્દ્રીય એજન્સીના દરોડાઓને “રાજકીય બદલો” ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ તેમની સરકારને “અસ્થિર” કરવાનો પ્રયાસ હતો.

ફેબ્રુઆરી 2020માં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના નાયબ સચિવ સૌમ્યા ચૌરસિયા સહિત તેમના નજીકના સહયોગીઓ આવકવેરા વિભાગના દરોડાનો મામલો કેન્દ્ર Vs રાજ્યમાં ફેરવાઇ ગયો હતો. આવકવેરા વિભાગની ટીમે સૌમ્યા ચૌરસિયાના બંગલામાં દરોડા પાડ્યા હતા. ત્યારે જગદલપુરમાં બે ધંધાર્થીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડા પછી છત્તીસગઢ પોલીસે તે 19 કારોને જપ્ત કરી હતી જે કથિત રીતે દરોડા માટે આવકવેરા અધિકારીઓ દ્વારા ભાડે રાખવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તમામ વાહનો નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવ્યા હતા, તેથી તેમણે મોટર વાહન અધિનિયમ મુજબ દંડ વસૂલ્યો અને વાહનોને મુક્ત કર્યા.

ભાજપના નેતાઓએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે પોલીસ આવકવેરાના દરોડા રોકવાનો પ્રયાસ કરી રહી છે.

(8:25 pm IST)