Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઘાના સામે 2-0થી અજેય લીડથી ભવ્ય વિજય છતાં ઉરુગ્વેની ટીમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર

જીત સાથે ઉરુગ્વેની ટીમ નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી

કતાર દ્વારા આયોજિત ફીફા વર્લ્ડ કપ 2022 સીઝનમાં ગ્રુપ-એચમાં બે મહત્વપૂર્ણ મેચો હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કપ્તાનીમાં પોર્ટુગલ અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ રમાઈ હતી. જ્યારે બીજી મેચ ઘાના અને ઉરુગ્વે વચ્ચે થઈ હતી. બંને મેચ બાદ આ ગ્રુપમાંથી પોર્ટુગલ અને સાઉથ કોરિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉરુગ્વેએ ઘાના સામે 2-0થી જીત મેળવી છે. આ જીત બાદ પણ ઉરુગ્વે  નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.

આ મેચમાં શરૂઆતથી જ ઉરુગ્વેએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મેચના પહેલા હાફમાં જ્યોર્જિયો ડી અરાસ્કેટાએ પોતાની શાનદાર રમત બતાવી ઉરુગ્વેને 2-0ની અજેય સરસાઈ અપાવી હતી. તેણે આ ગોલ પહેલા હાફમાં જ 26મી અને 32મી મિનિટમાં કર્યા હતા. પરંતુ આ જીત સાથે ઉરુગ્વેની ટીમ નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય કરી શકી નથી.

(11:36 pm IST)