Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

ફિલિપાઈન્સના મિડાનાઓમાં 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ : સુનામીની ચેતવણી જારી કરાઈ

ભૂકંપ રાત્રે 8:07 વાગ્યે ભયંકર ભૂકંપ :કેન્દ્ર બિંદુ જમીનમાં 50 કિલોમીટર ઊંડાઈએ હતું

નવી દિલ્હી : ફિલિપાઈન્સના મિડાનાઓમાં શનિવારે 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે, જેને લઈને સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર, આ ભૂકંપ રાત્રે 8:07 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ જમીનમાં 50 કિલોમીટર ઊંડાઈએ હતું.

 

  ન્યૂઝ એજન્સી રૉયટર્સના રિપોર્ટ અનુસાર, યૂરોપીય-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્ર 63 કિલોમીટરના ઉંડાણમાં બતાવ્યું. રિપોર્ટ અનુસાર, અમેરિકન સુનામી ચેતવણી પ્રણાલીએ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી છે.

   
(9:38 pm IST)