Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા પર કોઈ નિર્ણય લેવાયો નથી: કાયદામાંત્રીએ આપી માહિતી

કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ રાજ્યસભામાં કહ્યું કે સરકાર હાલમાં યૂનિફોર્મ સિવિલ કોડને લઈ કોઈ પરિણામ પર પહોંચી નથી.

નવી દિલ્હી : કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજૂએ રાજ્યસભામાં કહ્યું કે સરકાર હાલમાં યૂનિફોર્મ સિવિલ કોડને લઈ કોઈ પરિણામ પર પહોંચી નથી. તેમને કહ્યું કે સરકારે તેને લાગુ કરવાને લઈ કોઈ નિર્ણય લીધો નથી. રિજિજૂએ રાજ્યસભામાં યૂનિફોર્મ સિવિલ કોડ પર એક સવાલના જવાબમાં આ જાણકારી આપી છે. રિજિજૂએ રાજ્યસભામાં જણાવ્યું કે કાયદા પંચ પાસેથી મળેલી માહિતી મુજબ મામલો હવે 22મા કાયદા પંચ પાસે ગયો છે 

રિજિજૂએ કહ્યું હાલ દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એક લેખિત જવાબમાં કાયદા મંત્રીએ કહ્યું કે સરકારે 21માં કાયદા પંચથી યૂનિફોર્મ સિવિલ કોડથી સંબંધિત અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવા અને ભલામણ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમને કહ્યું 21માં કાયદા પંચનો કાર્યકાળ 21 ઓગસ્ટ 2018એ પૂર્ણ થઈ ગયો હતો. કાયદા પંચ પાસેથી મળતી માહિતી મુજબ યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત મામલો 22મા કાયદા પંચ દ્વારા વિચારણા માટે લેવામાં આવી શકે છે.

તેમને કહ્યું તેથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડ કરવા પર હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વર્તમાન લો પેનલનો કાર્યકાળ આ મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહ્યો છે. સરકારી સુત્રોએ સંકેત આપ્યા છે કે પેનલનો 3 વર્ષનો કાર્યકાળ વધારવામાં આવી શકે છે. હાલમાં જે લો પેનલ છે, તેનું ગઠન 21 ફેબ્રુઆરી 2020માં કરવામાં આવ્યું હતું પણ તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી.

.  

(12:57 am IST)