Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સોનુ ઓલ ટાઇમ હાઇ : ૧૦ ગ્રામના રૂા. ૬૦,૬૦૦

આજે વધુ ૬૦૦ રૂા.ના ઉછાળા સાથે સોનામાં બે દિ‘માં ૧૨૦૦ રૂા. વધી ગયાઃ ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો વધારો થતા ભાવ ૭ર,પ૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૨: કેન્‍દ્રીય બજેટ બાદ સોનામાં ગઇકાલથી શરૂ થયેલ તેજીનો દોર આજે પણ યથાવત રહયો છે. આજે સોનામાં વધુ ૬૦૦  રૂપીયાનો ઉછાળો થતા ભાવ ૬૦,૬૦૦ રૂપીયાની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયા છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે આજે સોનામાં વધુ ૬૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનાના ભાવ ૬૦,૬૦૦ રૂપીયાની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૬૦,૦૦૦ રૂપીયા હતા તે આજે વધીને ૬૦,૬૦૦ રૂપીયા થયા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૬,૦૦,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૬,૦૬,૦૦૦ની સપાટીએ પહોંચ્‍યા હતા. ગઇકાલે કેન્‍દ્રીય બજેટ બાદ સોનામાં ૬૦૦ રૂપીયાનો ઉછાળો થયા બાદ વધુ ૬૦૦ રૂપીયાનો ઉછાળો થતા બે દિ'માં સોનામાં ૧૨૦૦ રૂપીયા વધી ગયા છે.

ઝવેરી બજારના સુત્રોના જણાવ્‍યા મુજબ સોનાના ભાવ ૬૦,૬૦૦ રૂપીયા ઓલ ટાઇમ હાઇ સપાટી છે. અગાઉ સોનાના ભાવ ૬૦,૦૦૦ રૂપીયાની ટોચની સપાટી હતી. 

સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો છે. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૭૧,પ૦૦ રૂપીયા હતા તે વધીને આજે ૭ર,પ૦૦ રૂપીયા થયા છે. બે દિ'માં ચાંદીમાં પણ ૧પ૦૦ રૂપીયાનો ભાવવધારો થયો છે

(12:00 am IST)