Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

લોક કલાને છેવાડાના લોકો સુધી પહોંચાડવા રાજ્યકક્ષાની બેઠક મળશે

જામનગર જિલ્લાના લતીપુરના મહેન્દ્રભાઇ અણદાણીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શ્રી પટેલ રાસ મંડળી લોકકલા ટ્રસ્ટ આયોજીત સન્માન સમારોહમાં નિર્ણય : વજુભાઇ વાળા, ધીરૃભાઇ સુવાગીયા, ગુણવંતભાઇ ડેલાવાળા સહિતનાની ઉપસ્થિતિમાં ડો. સંધ્યા પુરેચા, 'પદ્મશ્રી' જોરાવરસિંહ જાદવ, શાહબુદીનભાઇ રાઠોડ, ડો. નિરંજનભાઇ રાજયગુરૃ, શંકરભાઇ ધરજીયા, ડાયાભાઇ નકુમ, અંકુર પઠાણનું સન્માન

રાજકોટ તા. : રાજકોટના હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે સમગ્ર ગુજરાતના લોક કલાકારો અને લોકકલા સંસ્થાઓનો રમઝટ ભર્યો એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ ગયો. કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાન તથા સરગમ કલબના પ્રમુખ અને કલાકારોના વહાલા એવા ગુણવંતભાઈ ડેલાવાલા અને ફાલ્કન ગ્રુપ ઓફ કંપનીઝ ના સી.એમ.ડી. ધીરૃભાઈના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમમાં ગુજરાત ના રત્નો સમાન દિગ્ગજ કલાકારો કે જેઓ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીના નવા વરાયેલા ચેરમેન તથા વાાઇસ ચેરમેન ડો. સંધ્યા પૂરેચાજી, લોક કલાવીદ પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવ અને રાષ્ટ્ર કક્ષાએ સન્માનિત શાહબુદ્દીનભાઈ રાઠોડ, શબ્દના આરાધક આનંદ આશ્રમ ઘોઘાવદરના ડો. નિરંજનભાઈ રાજયગુરૃ, નળ સરોવર કાંઠે વસેલા રાણાગઢનાં શંકરભાઈ ધરજીયા, જામખંભાળિયાના કલાકાર ડાયાભાઈ નકુમ તથા ગુજરાતના યુવા કોરિયોગ્રાફર અંકુર પઠાણને સન્માનવાનો એક ભવ્ય સમારંભ પણ યોજાયો. સમગ્ર ગુજરાતના લોક કલાકારો તથા લોક કલા સંસ્થાઓના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ નિહાળવા માટે રાજકોટ તથા સૌરાષ્ટ્ર ગુજરાતના અસંખ્ય નામી અનામી લોક કલાકારો તથા કલા પ્રેમી જનતાએ ઉત્સાહભેર હાજર રહી ખુબ પ્રસંશા કરી અને જીવન માં પ્રથમ વખત આવી કલા નિહાળવાનો મોકો મળ્યો એમ જણાવ્યું હતું. વજુભાઈ વાળા, ધીરૃભાઈ સુવાગીયા તથા ગુણવંતભાઈ ડેલાવાલા કલાકારોની કલાને ખુબ બિરદાવી હતી.

આ પ્રસંગે 'પદ્મશ્રી' જોરાવરસિંહજી જાદવે ગુજરાતભરમાંથી ઉપસ્થિત લોકો કલાકારો અને લોકકલા સંસ્થાઓના સંચાલકોને એક સૂચન કર્યું કે તમે સૌ આજે જેમ સાથે મળીને આટલો ભવ્ય કાર્યક્રમ કર્યો છે એવી જ રીતે તમે સૌ પરંપરાગત લોક કલાકારો મહેન્દ્ર અણદાણીની આગેવાની તળે એક રાજય વ્યાપી સંસ્થા બનાવો અને સરકારશ્રીને તથા કેન્દ્ર સરકારશ્રીને આપની પ્રવૃત્ત્િ।ઓથી મદદ કરો અને ગુજરાતના તથા સમગ્ર ભારતના છેડે છેડે તમારી આ પરંપરાગત લોક કલાને પહોંચાડી લોક ભોગવ્ય બનાવો, ઉપસ્થિત તમામ કલાકારોએ જોરાવરસિંહ જાદવના આ સૂચનને વધાવી લીધું હતું અને ટૂંક સમયમાં જ રાજય કક્ષાની એક બેઠક યોજી અને આગળની કાર્યવાહી કરવાની ઘોષણા કરી હતી.

(1:01 pm IST)