Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ડ્રોન મારફત નાના વિસ્‍ફોટકોની ચોરીથી ભારે ચિંતા

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ : પ્રથમવાર કોઇ મોટા આતંકવાદી પાસેથી પરફયુમ બોંબ મળતા જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં જોડાયેલા સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઇ છે. અત્‍યાર સુધીમાં સ્‍ટીકી બોંબના મૂળ સુધી ન પહોંચ્‍યા બાદ  નવો પડકાર આવતા ચિંતા પ્રસરી ગઇ છે. આતંકવાદીઓ બોંબ વિસ્‍ફોટ કરવા માટે ડ્રોનનો સહારો લઇ રહયા છે. છેલ્લા ઘણા મહિનામાં જમ્‍મુ-કાશ્‍મીરમાં આવા બોંબ પકડાયા છે. યાત્રી બસમાં પણ વિસ્‍ફોટકમાં  સ્‍ટીકી બોંબનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાનુ઼ ખુલ્‍યું છે.

હવે સુરક્ષા દળોમાં ચિંતા એ છે કે ડ્રોનની ઉડાન કેવી રીતે રોકવી અને આ હેરાફેરી અટકાવવા માટે શું પગલા ભરવા જોઇએ.

(4:49 pm IST)