Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

નાસિકમાં પરીક્ષાનું પ્રથમ પેપર આપવા જતાં બે મિત્રોને અકસ્માત: ટ્રકે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત

બંને મિત્રો એક્ટિવા પર બેસી પરીક્ષા આપવા જતા હતા ત્યારે ગેસ ભરેલી ટ્રકે તેમને ટક્કર મારી: સ્થાનિક લોકો વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ ગયા:તબીબોએ તેને મૃત જાહેર કર્યા

નાસિકમાં પરીક્ષા આપવા જતા એક ભયાનક અકસ્માતમાં બે મિત્રોના મોત થયા હતા. આ બંને મિત્રો એક્ટિવા પર બેસી પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી ગેસ ભરેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી. આ અથડામણમાં બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને એક્ટિવાનો કુચડો થઇ ગયો હતો. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ ગયા. તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.

 આ બંને મિત્રો નાશિકના સિન્નર તાલુકામાં અગાસખિંડ પાસેના વિસ્તારના રહેવાસી હતા. આ બંનેના નામ દર્શન આરોટે અને શુભમ બારકલે હતા. બંને સવારે દસમા ધોરણની પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. બંને એક્ટિવા પર મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે સામેથી આવતી એચપી ગેસ ભરેલી ટ્રકે એક્ટિવાને જોરથી ટક્કર મારી હતી. એક્ટિવા સંપૂર્ણ રીતે ટ્રકની નીચે આવી ગયું હતું. બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

 

ધોરણ 10ની પરીક્ષાનું પ્રથમ પેપર હતું. ગણિત અને વિજ્ઞાનની સરખામણીમાં પેપર સરળ હતું. મરાઠી વિષયમાં બંને મિત્રોએ આખો અભ્યાસક્રમ કંઠસ્થ કરી લીધો હતો. પરંતુ ઘટના એવી બની કે જેના કારણે બંનેનો આથો પરિવાર શોકમાં ડુબી ગયો. થોડા દિવસો પહેલા આ સિન્નર-શિરડી હાઈવે પર મોહદરી ઘાટ પર એક ભયાનક અકસ્માતમાં પાંચ મિત્રોના મોત થયા હતા. આજે પણ બંને મિત્રો પંઢુરલી સ્થિત તેમના પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માતમાં તેઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

(8:28 pm IST)