Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અમરેલીના રાજુલામાં નિર્માણાધીન બ્રિજ અધવચ્ચેથી તૂટી પડ્યો . ભાવનગર-વેરાવળ હાઇવેને જોડતો બ્રિજનનું 50 ટકા કામ પૂર્ણ થઇ ગયુ હતુ: નબળી કામગીરીને કારણે પુલ ધરાસાયી

અમરેલી જિલ્લાના રાજુલામાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો છે. નબળી કામગીરીને કારણે આ બ્રિજ તૂટી ગયો હતો. રાજુલાના દાંતરડી ગામ પાસે આ બ્રિજનું કામ ચાલતુ હતુ આ દરમિયાન બ્રિજ અધવચ્ચેથી તૂટી ગયો હતો. ભાવનગર-વેરાવળ હાઇવેને આ બ્રિજ જોડતો હતો. આ બ્રિજનું 50 ટકા કામ પૂર્ણ થઇ ગયુ હતુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

રાજુલામાં ભાવનગર-વેરાવળ હાઇવેને જોડતા બ્રિજનું 50 ટકા કામ પૂર્ણ થઇ ગયુ હતુ અને 50 ટકા કામ બાકી હતુ ત્યારે નબળી કામગીરીને કારણે આ બ્રિજ ધરાશાઇ થઇ ગયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર આ ઘટના બનતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.જોકે, આ બ્રિજ તૂટી પડતા બ્રિજ પર કામ કરી રહેલા મજૂરોનો બચાવ થયો હતો. બ્રિજ તૂટતા જ અનેક સવાલ ઉભા થયા છે.

અમદાવાદમાં પણ હાટકેશ્વર બ્રિજની નબળી કામગીરી અંગે સવાલ ઉભા થયા હતા. હાટકેશ્વર બ્રિજ 20 ટકા જ મજબૂત હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થતા મુખ્યમંત્રી સુધી વાત પહોચી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ સાથે બોલાવ્યા હતા.

(12:00 am IST)