Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

આઘાતનો બનાવ : રોટલી ખાતા ખાતા ૨૧ વર્ષીય બોડીબિલ્‍ડરનું થયું મોત

તામિલનાડુના સલેમ જિલ્લાની ચોંકાવનારી ઘટના : મોટો ટુકડો ગળામાં ફસાઇ જતા શ્વાસ રુંધાયો : જમતી વખતે જરા પણ ઉતાવળ ન કરવી

ચેન્‍નાઇ તા. ૩ : તામિલનાડુના સલેમ જિલ્લામાં બનેલી એક ઘટનામાં ૨૧ વર્ષીય એક વ્‍યક્‍તિનું ગળામાં બ્રેડનો ટુકડો ફસાઇ જતાં ગૂંગળામણને કારણે મોત થયું હતું. આ યુવકે ખાવાનું ખાતી વખતે રોટલીનો મોટો ટુકડો લીધો અને પછી તે શ્વાસ ન લઈ શક્‍યો, જેના કારણે તેનું મોત થઈ ગયું. રોટલી ગળામાં ફસાઈ જતા જે યુવાન મોતને ભેટ્‍યો છે તે બોડીબિલ્‍ડર હતો.

૨૧ વર્ષીય બોડીબિલ્‍ડર સ્‍ટેટ લેવલની બોડીબિલ્‍ડિંગ ચેમ્‍પિયનશીપમાં ભાગ લેવાનો હતો જે માટે તે વર્કઆઉટ સેશનમાં કરી રહ્યો હતો. અને આ દરમિયાન તેણે ચા નાસ્‍તા માટે થોડો બ્રેક લીધો હતો અને આ દરમિયાન તેણે બ્રેડનો એક મોટો ટુકડો મોં માં મૂક્‍યો હતો જેને કારણે તેનો શ્વાસ રુધાંઈ ગયો હતો અને તેનું મોત થયુ હતું.

જયારે ગૂંગળામણ થાય છે, ત્‍યારે ગળા અથવા શ્વસન માર્ગમાં અવરોધ આવે છે. એટલા માટે જ ખાવાનું ખાતી વખતે એ વાતનું ધ્‍યાન રાખવું જોઈએ કે ઝડપથી ખાવાનું ન ખાશો, ધીમે-ધીમે અને આરામથી જમશો. સાથે જ ધ્‍યાન રાખો કે મોંમાં વધારે પડતો ખોરાક ન ખાવો, તેનાથી ગળવામાં મુશ્‍કેલી આવી શકે છે.

જયારે તમારી આસપાસની વ્‍યક્‍તિ, ખાસ કરીને જયારે તમે સાથે જમતા હોવ ત્‍યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ત્‍યારે તમારે તે સમયે થોડી હોશિયારીથી કામ કરવાની જરૂર છે અને સમજવું જોઈએ કે તે ખોરાકને કારણે ગૂંગળામણ અનુભવે છે. વ્‍યક્‍તિ શ્વાસ માટે હાંફી શકે છે, થોડી સેકંડ પછી સ્‍થિર થઈ શકે છે, શ્વાસ લેવામાં અવાજ કરશે અને પીળો પડી શકે છે. ગૂંગળામણને કારણે તે બોલી શકતો નથી, ઉધરસ કરી શકતો નથી કે શ્વાસ લઈ શકતો નથી. જો તમે કોઈને બેભાન અવસ્‍થામાં પડેલા જોશો તો ગૂંગળામણ થવાની શક્‍યતા પણ ઊભી થઈ શકે છે.

જમતી વખતે ભોજનને સારી રીતે પચાવીને ખાવું જોઈએ. સારી રીતે ન ચાવવાથી ભોજનના ટુકડા શ્વાસનળીને અવરોધી શકે છે જેને કારણે ગૂંગળામણ થઈ શકે છે.

(10:47 am IST)