Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પૂર્વોત્તર માટે ઐતિહાસિક દિવસઃ કેન્‍દ્રની વિકાસ નીતિઓની જીતઃ અમિતભાઈ

નવી દિલ્‍હી, તા.૩: કેન્‍દ્રીય ગળહપ્રધાન અમિતભાઈ શાહે ઈશાન ભારતના ત્રણ રાજ્‍યોમાં ભાજપના ચૂંટણીમાં દમદાર પ્રદર્શન અંગે જણાવેલ કે, ઉત્તર-પૂર્વના રાજ્‍યોની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત પછી, પૂર્વોત્તર માટે આ એક ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે તે સ્‍પષ્ટ છે કે ઉત્તર પૂર્વના લોકોએ શાંતિ, વિકાસ અને સમળદ્ધિ માટે વડાપ્રધાન મોદીના નેતળત્‍વમાં ભાજપને મહત્‍વ આપ્‍યું છે. અમિતભાઇ શાહે ત્રિપુરા, નાગાલેન્‍ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આ વાત કહી હતી.

શાહે ત્રિપુરાની ભવ્‍ય જીતને વિકાસની જીત ગણાવી હતી. અને શાંતિ અને પ્રગતિ પસંદ કરવા બદલ નાગાલેન્‍ડના લોકોનો આભાર માન્‍યો હતો. નાગાલેન્‍ડમાં ભાજપે તેની સાથી નેશનાલિસ્‍ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે બહુમતી મેળવી છે. તેમણે મેઘાલયના લોકોનો ભાજપને સમર્થન અને આશીર્વાદ આપવા બદલ આભાર માન્‍યો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતળત્‍વમાં પાર્ટી લોકોની સેવા કરવા અને તેમના ભવિષ્‍યને ઉજ્જવળ બનાવવામાં કોઈ કસર છોડશે નહીં. ત્રિપુરામાં બીજેપીની પુનઃ ચૂંટણી માટે મતદારો, ભાજપના નેતાઓ અને સહયોગી પક્ષોને અભિનંદન આપતા અમિતભાઇ શાહે તેમના ટ્‍વિટમાં લખ્‍યું, ‘પૂર્વોત્તર માટે આ એક ઐતિહાસિક દિવસ છે.' હું ત્રિપુરાનો ભાજપમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનું છું.

શાહે આ જીત માટે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડા, ત્રિપુરાના મુખ્‍યમંત્રી ડૉ. માણિક સાહા, પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ રાજીબ ભટ્ટાચારજી અને કાર્યકરોને પણ અભિનંદન પાઠવ્‍યા હતા. નાગાલેન્‍ડમાં બીજેપી ગઠબંધનની જીત પર ટ્‍વીટ કર્યું- નાગાલેન્‍ડના લોકોનો મારા હૃદયના ઊંડાણથી આભાર કે તેઓએ શાંતિ અને પ્રગતિ પસંદ કરી, જેના કારણે મોદીના નેતળત્‍વમાં ગઠબંધન ફરીથી સત્તામાં આવ્‍યું. પીએમ મોદી અને મુખ્‍યમંત્રી નેફિયુ રિયો શાંતિ અને વિકાસ જાળવી રાખીને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરશે. શાહે મેઘાલયના પાર્ટી કાર્યકર્તાઓની મહેનતની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતળત્‍વમાં ભાજપ મેઘાલયના લોકોની સેવા કરવા અને તેમના ભવિષ્‍યને ઉજ્જવળ બનાવવામાં કોઈ કસર છોડશે નહીં

(11:47 am IST)