Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

માફીયા અતીક અહમદના વધુ એક સંબંધીનું ઘર કરાયુ જમીનદોસ્‍ત

ગેરકાયદે બંધાયેલ મકાન પર ફેરવાયુ બુલડોઝર

પ્રયાગરાજઃ ઉમેશપાલ હત્‍યાકાંડના આરોપી માફીયા અતીક અહમદના નજીકના અને ગનહાઉસના માલિક સફદર  અલીનું મકાન પણ ગુરૂવારે જમીનદોસ્‍ત કરી દેવાયુ છે. ચકિયા રાજરૂપપુરના ૬૦ ફુટના રોડ પર ગેરકાયદે રીતે આલીશાન મકાન બનાવાયુ હતું જેને પાડવા માટે પ્રયાગરાજ ડેવલપમેન્‍ટ ઓથોરીટીએ સપ્‍ટેમ્‍બર ૨૦૨૦માં આદેશ આપ્‍યા હતા.

પોલીસને આશંકા છે કે એસએસએ ગન હાઉસના માલિક સફદરે અતીંક ગેંગને કારતૂસ વેચ્‍યા હશે. જેની તપાસ ચાલી રહી છે.બુધવારે અતીકના મોહલ્લામાં જફરનું મકાન પાડી નખાયુ હતુ. જફરના મકાનમાં અતીકની પત્‍નિ શાઇસ્‍તા પરવીન અને બાળકો રહેતા હતા. ગુરૂવારે પીડીએની ટીમ રાજરૂપપુર પહોંચી હતી અને બુલડોઝરથી સફદર અલીનું મકાન પાડી નખાયુ હતું.

(3:16 pm IST)