Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

એલએસી પર ચીનની દરેક ખોટી હરકતનો અપાશે જડબાતોડ જવાબ

હાલની સ્‍થિતી બદલવા નહી દેવાયઃ લેફટેનંટ જનરલ દ્વિવેદી

નવી દિલ્‍હીઃ ચીન દ્વારા એલએસી પર વીતેલા કેટલાક વર્ષોમાં થયેલ સીઝફાયર ઉલ્લંઘન બાબતે ભારતે ચેતવણી આપી છે લેફટેનંટ જનરલ ઉપેન્‍દ્ર દ્વિવેદીએ કહ્યું કે ભારતમાં સતત સંઘર્ષની ચીની ઘટનાઓને લીધે અને હમેંશા તૈયાર રહીએ છીએ. તેમણે કહ્યું કે એલએસી પર યથાસ્‍થિતીને એક તરફી રીતે બદલવાના કોઇ પણ પ્રયાસનો આપણે સંપૂર્ણ જવાબ આપીશું.

ભારતીય સેનાના ઉત્તર કમાન્‍ડના કમાન્‍ડીંગ ઇન ચીફ લેફટેનંટ જનરલ ઉપેન્‍દ્ર  દ્વિવેદીએ કહ્યું કે દેશની સરહદની રક્ષા કરવા માટે બીએસએફ, આઇટીબીપી અને અન્‍ય સીએપી એફ વચ્‍ચે ઇન્‍ટર એજન્‍સી કો ઓપરેશનના સારા પરિણામો મળ્‍યા છે. તેમણે કહ્યું કે એલએસી પર સંરક્ષણ માટે જવાનો માટે સ્‍પેશ્‍યલ ટ્રેનીંગ અભિયાનો પણ ચલાવાઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે ભારતીય સેના દરેક સ્‍થિતીનો સામનો કરવા માટે તૈયાર છે. ટેકનીકલ સામગ્રીઓના ઉપયોગ અને ગસ્‍ત અભિયાનથી સરહદોનું રક્ષણ કરાઇ રહ્યું છે અને સેનાનું મનોબળ બહુ ઉંચુ છે.

(3:20 pm IST)