Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મેસ્‍સીએ ખરીદ્યા પોણા બે કરોડના ૩૫ સોનાના આઈફોન

પોતાના સાથી ખેલાડીઓને આ ફોન ભેટમાં આપશે, આઈફોનના પાછળના ભાગમાં વર્લ્‍ડકપ ચેમ્‍પિયન ૨૦૨૨ લખેલુ છે

નવી દિલ્‍હી : આર્જેન્‍ટિનાના કેપ્‍ટન લિયોનેલ મેસ્‍સીએ વર્લ્‍ડ કપ જીતવાની ખુશીમાં તેની ટીમના સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્‍ટાફને ગિફ્‌ટ આપવાનું નક્કી કર્યું છે. આર્જેન્‍ટિનાની ટીમે ગયા વર્ષના અંતમાં ફ્રાન્‍સને હરાવીને ફૂટબોલ વર્લ્‍ડ કપ જીત્‍યો હતો અને એ વાતથી ખુશ થઈને મેસીએ તમામ સભ્‍યોને ગિફ્‌ટ આપવા માટે ૩૫ ગોલ્‍ડ આઈફોનનો ઓર્ડર આપ્‍યો છે.

મેસ્‍સીએ કુલ ૩૫ ગોલ્‍ડ પ્‍લેટેડ આઈફોન બનાવ્‍યા છે તેની કિંમત૧૭૫,૦૦૦ પાઉન્‍ડ એટલે કે લગભગ ૧.૭૨ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અને આ ફોન પર તમામ ખેલાડીઓના નામ અને તેમના જર્સી નંબર લખેલા હશે. સાથે જ આઇફોનના પાછળના ભાગમાં વર્લ્‍ડ કપ ચેમ્‍પિયન ૨૦૨૨ લખેલું છે.

એક રિપોર્ટ અનુસાર લિયોનેલ મેસ્‍સી વર્લ્‍ડ કપમાં શાનદાર જીત બાદ કંઈક ખાસ કરવા માંગતો હતો. તેણે બિઝનેસમેન બેન લિયોન્‍સનો સંપર્ક કર્યો અને પછી સોનાના આઈફોન પર આપવાનું નક્કી કર્યું. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે મેસ્‍સીને ફોનની ડિલિવરી તેના એપાર્ટમેન્‍ટમાં મળી પણ ગઈ છે.

(3:22 pm IST)