Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને પડકારો તથા જી-ટવેન્ટી એજન્ડાની ચર્ચા કરાઇ

દિલ્હીમાં વિદેશમંત્રી એસ.જયશંકરની ઉપસ્થિતીમાં ચીન-રશિયાના મંત્રીઓ સાથે બેઠક યોજાઇ

નવી દિલ્હી,તા. : સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને પડકારો તથા જી-ટવેન્ટી એજન્ડાની ચર્ચા કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરની ઉપસ્થિતીમાં કરાય હતી.

નવી દિલ્હીમાં યોજાયેલી G-20 દેશોના વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના વિદેશમંત્રી કિન ગૈંગ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે સરહદે શાંતિ ઉપરાંત દ્વિપક્ષીય સંબંધો, વર્તમાન પડકારો અને શિખર સંમેલનના એજન્ડા પર વાતચીત થઈ હતી.

મુલાકાત અંગે ચીનના વિદેશમંત્રી કિન ગૈંગે જણાવ્યું હતું કે ભારત સાથેના પોતાના સંબંધોને ચીન મહત્ત્વ આપે છે.

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ચીનના વિદેશમંત્રી કિન ગૈંગ સાથે મુલાકાત બાદ ટ્વીટ કર્યું હતું. તેમાં તેમણે લખ્યું હતું, 'અમારી ચર્ચા દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને શાંતિ માટે વર્તમાન પડકારો પ્રત્યે ધ્યાન આપવા પર કેન્દ્રીત હતી. અમે G-20 એજન્ડા અંગે પણ વાતચીત કરી હતી.'

દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશોના સંબંધો અસાધારણ છે.

ગયા ડિસેમ્બરમાં કિન ચીનના વિદેશ મંત્રી બન્યા તે પછી જયશંકર અને કિન વચ્ચે પ્રથમ મુલાકાત હતી. એસ. જયશંકરે ચીનના તત્કાલીન વિદેશમંત્રી વાંગ યી સાથે બાલીમાં ઞ્-૨૦ બેઠકની સમાંતરે આઠ મહિના અગાઉ મુલાકાત કરી હતી તે પછી વાતચીત થઈ છે. જુલાઈએ એક કલાકની બેઠકમાં જયશંકરે પૂર્વ લદાખ સહિતના તમામ મુદ્દાઓનો વહેલી તકે ઉકેલ લાવવાની જરૃરીયાત વાંગ યીને જણાવી હતી. વિદેશમંત્રી જયશંકરે તેમને જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચેના સંબંધો ત્રણ પારસ્પારિકતા પારસ્પારિક માન-સન્માન, પારસ્પારિક સંવેદનશીલતા અને પારસ્પારિક હિતો પર આધારિત હોવા જોઈએ. વાંગ ગયા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.

૨૨ ફેબ્રુઆરીએ ભારત અને ચીન વચ્ચે બેજિંગમાં રાજદૂત સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. તેમાં પૂર્વ લદાખમાં LAC પરના બાકીના પોઈન્ટ્સ પરથી સૈન્ય પાછું ખસેડવાની દરખાસ્ત પર મુકત અને રચનાત્મક ચર્ચા થઈ હતી. બેઠક WMCCના માળખા હેઠળ યોજાઈ હતી.

G-20 બેઠક દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે ગુરૂવારે પશ્ચિમી દેશોના અભદ્ર વ્યવહાર માટે ભારતની માફી માંગી હતી અને પશ્ચિમી દેશોની કડક ટીકા કરી હતી. વિદેશમંત્રીઓના સંમેલનમાં બેઠકને સંબોધતા લાવરોવે જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોએ G-20 એજન્ડા પરના કામકાજને મજાક બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું કે પશ્ચિમી દેશોના સંયુકત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા શરૃ કરાયેલા અનાજ સોદાને પણ દફનાવી દીધો છે.

G-20 સંમેલનમાં વિદેશમંત્રીઓની બેઠક બાદ સંયુકત નિવેદન અપાયું હતું. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સ્વીકાર્યું હતું કે બેઠકમાં યુક્રેન યુદ્ઘને લીધે કેટલાંક મતભેદો રહ્યા હતા, તેને દૂર કરી શકાયા હતા. તેના કારણે સંયુકત નિવેદન જારી થઈ શકયું હતું. એસ જયશંકરે કહ્યું , 'બેઠકમાં અનેક મુદ્દાઓ પર સંમતિ સધાઈ છે. પરંતુ, યુક્રેન સંઘર્ષ પર વાતચીત દરમિયાન અલગ-અલગ ધારણાઓ અને મંતવ્યો રજૂ થયા હતા. યુક્રેનના મુદ્દે કોઈ સમાધાન થઈ શકયું હતું.'

 

(4:17 pm IST)