Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

૧૩૦ કરોડની જનતા મોદીજીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છેઃ અમિતભાઇ શાહના કોîગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો

કર્ણાટકના બીદરમાં વિજય સંકલ્પ રથયાત્રાને લીલીઝંડી આપતા કેન્દ્રીય ગૃહમંત્રી

બેંગલુરૂ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોîગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઅો ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
કર્ણાટકના બીદરમાં વિજય શંકલ્પ રથયાત્રાને લીલી ઝંડી બતાવ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, તે લોકો (કોંગ્રેસ) પાસે વિજયનો કોઇ સૂત્ર બાકી નથી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું સ્તર દરરોજ ઘટી રહ્યુ છે. આ લોકો નારા લગાવી રહ્યા છે કે મોદી તારી કબર ખોદાશે અને AAPના લોકો કહે છે કે મોદી તમે મરી જાઓ.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પડકાર ફેકતા અમિત શાહે કહ્યુ કે, તમારા કહેવાથી શું થાય છે, ઇશ્વર તમારૂ નહી સાંભળે કારણ કે 130 કરોડની જનતા મોદીજીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી રહી છે. આજે અહીથી વિજય સંકલ્પ યાત્રા કર્ણાટકના ગરીબથી ગરીબ લોકોનું કલ્યાણ કરવાનો સંકલ્પ લઇને છે.
કોંગ્રેસના સુપડા સાફ
કર્ણાટકના બીદરમાં ગૃહમંત્રી અમિત શાહે પડકાર ફેકતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે, તમારી ઉપસ્થિતિ જણાવી રહી છે કે કર્ણાટકમાં ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવાની છે. કાલે જ ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય ત્રણેય જગ્યામાં કોંગ્રેસનો સૂપડો સાફ થઇ ગયો છે. હાર્યા તો હાર્યા પરંતુ એવા હાર્યા છે કે દૂરબીન લઇને પણ જોવા મળતા નથી. કોંગ્રેસને નાગાલેન્ડમાં 0 બેઠક, મેઘાલયમાં 3 બેઠક અને ત્રિપુરામાં 4 બેઠક મળી છે.
સિદ્ધારમૈયા ATM બન્યા- અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, હું સિદ્ધારમૈયાને પૂછવા માંગુ છું કે તમે શું કર્યુ હતુ? તમે માત્ર દિલ્હીના એક પરિવાર માટે ATM બનીને ભ્રષ્ટાચારના પૈસા દિલ્હી પહોચાડવાનું કામ કર્યુ હતુ. JDS અને કોંગ્રેસ બન્ને પરિવારવાદી પાર્ટીઓ છે. આ ક્યારેય કર્ણાટકનું કલ્યાણ કરી શકતા નથી. આ JDSને જે પણ બેઠક મળે છે તે લઇને કોંગ્રેસના ખોળામાં બેસી જાય છે.
અપમાન કરનારી કોંગ્રેસ કર્ણાટકનું કેવી રીતે સમ્માન કરશે
અમિત શાહે કર્ણાટકના બીદરમાં એક જનસભાને સંબોધતા કહ્યુ કે, ઇન્દિરા ગાંધીએ નિજલિંગ ગપ્પાને અપમાનિત કર્યા. રાજીવ ગાંધીએ કદાવર નેતા વીરેન્દ્ર પાટિલને એરપોર્ટ પર અપમાનિત કર્યા. પાર્ટીના નેતાઓનું અપમાન કરનાર કોંગ્રેસ કર્ણાટકનું સમ્માન કેવી રીતે કરશે?

(5:02 pm IST)