Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

નવી હજ પોલીસી – ૨૦૨૩: હજ-૨૦૨૩ માટે ૧૦ માર્ચ-૨૦૨૩ સુધી અરજી કરી શકાશે ... હજ-2023 યાત્રા સંદર્ભે માહિતી અને સૂચનાઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા-મુંબઈની વેબસાઈટ ઉપર મૂકાશે

નવી દિલ્હી : લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈ દ્વારા હજ-૨૦૨૩ માટે ફોર્મ ભરવાની આખરી તારીખ ૧૦-૦૩-૨૦૨૩ નક્કી કરવામાં આવી છે. અરજદારોએ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઈની વેબસાઈટ  https://www.hajcommittee.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. તેમ ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુંસાર છે કે, હજ-2023ની તમામ માહિતી અને સૂચનાઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા-મુંબઈની વેબસાઈટ https://www.hajcommittee.gov.in ઉપર મૂકવામાં આવશે. આ ઉપરાંત વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in અને https://www.gujarathajhouse.in વેબસાઈટ પણ સમયાંતરે જોતા રહેવા માટે અનુરોધ કરાયો છે.

 

(6:55 pm IST)