Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

ભાજપે ટિકિટ કાપતાં દિગ્ગજ નેતાએ રાજકારણને કહ્યું 'ગુડબાય', કહ્યું મારી ક્લિનિક મારી રાહ જુએ છે

સૌથી પહેલા ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ લિસ્ટ જાહેર થયા પહેલા જ સક્રિય રાજનીતિથી દૂર રહેવાની વિનંતી કરી અને હવે આ દિગ્ગજ નેતાએ કર્યું એલાન

દિલ્લી: લોકસભા ચૂંટણી પહેલા ભાજપે ગઇકાલે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જોકે હવે જે લોકોની ટિકિટ કપાઈ છે તેમાંથી કેટલાક નેતાઓએ હવે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે, 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવતા પાર્ટીમાં રાજકારણથી દૂર રહેવાની પ્રક્રિયા ચાલુ છે. સૌથી પહેલા ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ લિસ્ટ જાહેર થયા પહેલા જ સક્રિય રાજનીતિથી દૂર રહેવાની વિનંતી કરી હતી. આ બધાની વચ્ચે હવે યાદી જાહેર થયા બાદ ડૉ. હર્ષવર્ધને પણ સક્રિય રાજનીતિથી દૂરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, શનિવારે ભાજપ દ્વારા જાહેર કરાયેલી ટિકિટોમાંથી ડૉ.હર્ષવર્ધનની ટિકિટ પણ કાપવામાં આવી હતી. 

પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને X પર એક લાંબી પોસ્ટ લખીને રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. મહત્વનું છે કે, હર્ષવર્ધનની જગ્યાએ પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, હર્ષવર્ધન હાલમાં ચાંદની ચોક લોકસભા સીટથી સાંસદ છે પરંતુ ભાજપે તેમને 2024ની સામાન્ય ચૂંટણી માટે ટિકિટ આપી નથી. આ વખતે પાર્ટીએ ચાંદની ચોકથી પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપી છે. તમને જણાવી દઈએ કે, હર્ષ વર્ધન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂક્યા છે.પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને શું કહ્યું ? 

 

ડૉ. હર્ષ વર્ધન સરકારમાં ઘણા પ્રતિષ્ઠિત હોદ્દા પર કામ કરી છે. હવે મારે મારા મૂળમાં પાછા ફરવાની પરવાનગી જોઈએ છે. પચાસ વર્ષ પહેલાં જ્યારે મેં ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવાની ઇચ્છા સાથે કાનપુરની GSVM મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ લીધો, ત્યારે માનવજાતની સેવા એ મારું સૂત્ર હતું. હૃદયથી સ્વયંસેવક હોવાને કારણે મેં હંમેશા કતારમાં છેલ્લી વ્યક્તિની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે. આ રીતે હું દીન દયાલ ઉપાધ્યાયની અંત્યોદય ફિલોસોફીનો અનુયાયી રહ્યો છું. હું તત્કાલિન RSS નેતૃત્વની વિનંતી પર ચૂંટણી મેદાનમાં આવ્યો હતો. તે મને ફક્ત એટલા માટે સમજાવી શક્યા કારણ કે મારા માટે રાજકારણનો અર્થ આપણા ત્રણ મુખ્ય દુશ્મનો-ગરીબી, રોગ અને અજ્ઞાન સામે લડવાની તક હતી.આ સાથે હર્ષવર્ધને વધુમાં લખ્યું કે, મારી પાસે એક અદ્ભુત ઇનિંગ હતી જે દરમિયાન હું સામાન્ય માણસની સેવા કરવામાં જોશપૂર્વક વ્યસ્ત રહ્યો. મેં દિલ્હીના આરોગ્ય મંત્રી તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે બે વખત સેવા આપી છે. આ વિષય મારા હૃદયની નજીક છે. મને સૌપ્રથમ ભારતને પોલિયો મુક્ત બનાવવાની દિશામાં કામ કરવાની અને પછી કોવિડ-19 સંક્રમણ દરમિયાન તેની સાથે સંઘર્ષ કરી રહેલા આપણા લાખો દેશવાસીઓના સ્વાસ્થ્યની કાળજી લેવાની દુર્લભ તક મળી. માનવજાતના લાંબા ઈતિહાસમાં માત્ર થોડા લોકોને જ ગંભીર સંકટના સમયમાં તેમના લોકોની રક્ષા કરવાનો વિશેષાધિકાર આપવામાં આવ્યો છે, અને હું ગર્વથી દાવો કરી શકું છું કે, મેં જવાબદારી છોડી નથી. આ સાથે ભગવાન શ્રી રામે મને જે સૌથી મોટું સૌભાગ્ય આપ્યું તે સૌભાગ્ય હતું કે, હું માનવ જીવનને બચાવી શક્યો.

   
(4:39 pm IST)