Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પશ્ચિમ બંગાળમાં કોરોનાનો ફૂફાડો : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ નવા કેસ : 92 દર્દીઓનાં મોત

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 5,587 લોકોએ કોરોનાને હરાવ્યો

કોલકતા : વિધાનસભાની ચૂંટણીની મતગણતરી વચ્ચે પશ્ચિમ બંગાળમાં આજે કોરોના વાયરસના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. રાજ્યમાં આજે 17,515 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત 92 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

પશ્ચિમ બંગાળમાં હાલમાં 1 લાખ 18 હજાર 495 કોરોના સક્રિય દર્દીઓ છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 5,587 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

હેલ્થ ડિપાર્ટમેન્ટના બુલેટિનના જણાવ્યા અનુસાર, ચેપને કારણે 92 લોકોનાં મોત સાથે કુલ મૃતકાંક 11,539 થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7 લાખ 33 હજાર 359 લોકો સ્વસ્થ્ય થયા છે. રાજ્યમાં રીકવરી રેટ 84..94 ટકા છે. નવા કેસો સાથે બંગાળમાં કુલ કોરોના કેસ હવે વધીને 8 લાખ 63 હજાર 393 થઈ ગયા છે

(9:13 am IST)