Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

રાજસ્થાન-યુપી સહિતના રાજ્યોનો નિર્ણય બાકી

એમપી-હરિયાણા-ઉત્તરાખંડ- મહારાષ્ટ્રમાં પણ ૧૨માની પરીક્ષાઓ રદ : મૂલ્યાકંન નીતી જાહેર થશે

જે વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે પરીક્ષા આપવી હશે તેઓ કોરોના સંકટ બાદ આપી શકશે : સીબીએસઆઇના વિકલ્પને રાજ્યો અનુસરશે

નવી દિલ્હી : સીબીએસઆઇની ૧૨માની પરીક્ષાઓ રદ થયા બાદ ઘણા રાજ્યોએ પણ ૧૨માની પરીક્ષાઓ રદ કરી છે જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને હરીયાણા સામેલ છે.

રાજસ્થાન અને યુપી સહીત ઘણા રાજ્યો પણ ૧૨માની પરીક્ષા રદ કરે તેવી સંભાવના છે. મધ્યપ્રદેશમાં ૧૨માનું રીઝલ્ટ કયા આધારે તૈયાર કરવામાં આવે તે અંગે મંત્રીઓની એક કમીટી બનાવાય છે. ઉત્તરાખંડના શીક્ષણ મંત્રી અરવીંદ પાંડુેએ જણાવેલ કે ૧૨માની મુલ્યાંકન નિતી ટુંક સમયમાં જાહેર થશે. હરિયાણાએ મંગળવારે જ ૧૨ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરેલ.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરી જણાવેલ કે, રાજ્યમાં આ વર્ષે ૧૨માં ધોરણની પરીક્ષા નહીં યોજાય. કેરીઅરની ચિંતા આપણે પછી કરીશુ બાળકો ઉપર પરીક્ષાનો માનસીક બોજો ન નાખી શકાય.

જે રાજ્યોમાં પરીક્ષાઓ રદ  કરાઇ છે ત્યાં સીબીએસઇ ની નીતી અપનાવાશે. એટલે કોઇ વિદ્યાર્થી સારા પરિણામ માટે પરીક્ષા આપવા માંગશે, તો તેના માટે વિકલ્પ ખુલો રહેશે. કોરોના સંકટ બાદ તે પરીક્ષા આપી શકાશે.

સીબીએસઇના સચીવ અનુરાગ ત્રિપાઠીએ જણાવેલ કે અમે ૧૨મા ધોરણ માટે મુલ્યાંકન નિતી તૈયાર કરી રહ્યા છીએ. જેને જલ્દીથી જાહેર કરાશે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગભરાવાની જરૂર નથી.

(3:28 pm IST)