Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટોક્યો ઓલમ્પિક :ભારતીય રેસલર સુમિત મલિક ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ :બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો

બી સેમ્પલમાંથી પ્રતિબંધીત પદાર્થના અંશ જણાઈ આવવાને લઈને પ્રતિબંધ લાગ્યો

ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેવાના ભારતીય રેસરલ સુમિત મલિક  ડોપીંગ ટેસ્ટમાં નિષ્ફળ નિવડ્યો છે. તેના બી સેમ્પલમાંથી પ્રતિબંધીત પદાર્થના અંશ જણાઈ આવવાને લઈ તેની પર પ્રતિબંધ લાગ્યો છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલીંગે  સમિત મલિક પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. સોફિયામાં રમાયેલ વિશ્વ ઓલમ્પિક ક્વોલીફાયરમાં ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ તેની પર અનિશ્વિત મુદતનું સસ્પેન્શન લગાવાયુ હતુ.

કોમેનવેલ્થ ગેમ્સ 2018માં સુવર્ણ પદક સુમિત મલિકે સોફિયામાં જ ઓલમ્પિક માટે ક્વોલીફાય કર્યુ હતુ. ગત 30 જૂને થયેલા પરીક્ષણ દરમ્યાન પ્રતિબંધિત પદાર્થના અંશ જણાઈ આવ્યા હતા. જેને લઈને તેની પર આકરી કાર્યવાહીના ભાગરુપે બે વર્ષની સજા ફરમાવી હતી. સુમિતને સજાના નિર્ણયને સામે અપીલ કરવા માટે કે તેને માનવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટનુસાર મલિકે કહ્યું હતુ કે તેણે તેના જમણાં પગના ઘૂંટણના દર્દને લઈ દવાઓ લીધી હતી. ભારતીય કુશ્તી મહાસંઘના અધિકારીએ કહ્યું હતુ કે સુમિત મલિકના બી સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા છે. UWWAએ 3 જૂનથી તેની પર બે વર્ષ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. તેઓએ કહ્યું તેની પાસે હવે એક સપ્તાહનો સમય છે. જે દરમ્યાન તે સજાનો સ્વીકાર કરી શકે છે અથવા સુનાવણીની માંગ કરી શકે છે.

WFIમાં લોકોનું માનવુ છે કે મલિકે નિર્ણય સામે અપીલ કરવી જોઈએ. કારણ કે તેણે સ્ટેરોઈડ નથી લીધુ. તેના બદલે તેણે સ્ટીમ્યુલેન્ટ અજાણમાં લીધેલ છે. તેણે ઓલમ્પિક ક્વોલિફાયરથી પહેલા રાષ્ટ્રીય શિબિરમાં ઘુંટણમાં ઈજા પહોંચી હતી. મામલાની સુનાવણી થવા અને નિર્ણય આવવા પર સમય લાગી શકે છે. હવે તે ઓલમ્પિકમાં જઈ શકશે નહીં.

ગત એપ્રિલ માસમાં સુમિત મલિક એલ્માટીમાં એશિયન ક્વોલિફાયર્સમાં ભાગ લીધો હતો. જોકે સુમિતને ત્યાં ક્વોટા મળી શક્યો નહોતો. ત્યારબાદ તે એશિયન ચેમ્પિયનશીપમાં પણ રમ્યો હતો. જ્યાં પણ તેને નિરાશ રહેવુ પડ્યુ હતુ. સોફિયામાં તે વર્લ્ડ ઓલમ્પિક ક્વોલિફાયર્સમાં તે ફાઈનલ સુધી પહોંચી ક્વોટા હાંસલ કર્યો હતો. જોકે ફાઈનલમાં ઈજાને લઈને તેણે મેચ છોડી દીધી હતી.

(11:42 pm IST)