Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

૬૦ હજાર લોકોએ અરજી કરી

હવે સુતા સુતા કમાઈ શકો છો ૧૦ લાખ રૂપિયાઃ કંપનીએ કાઢી એક અનોખી નોકરી

નવી દિલ્હી, તા.૩: પૈસા કમાવવાનું સરળ નથી, દ્યણી મહેનત કરવી પડે છે. પરંતુ જો તમે કોઈ એવી નોકરી વિશે કહો કે જેમાં તમે ફકત ઊંદ્યવા માટે ૧૦ લાખ રૂપિયા મેળવી શકો, તો પછી તમે તેના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ બેંગ્લોર સ્થિત સ્લીપ એન્ડ હાઉસ સોલ્યુશન કંપની વેકફિટ આવા જ એક અનોખા પ્રોગ્રામ સાથે આવી છે. લોકોને આમાં સુવા માટે પૈસા આપવામાં આવશે. આ સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે. જેમાં પસંદ કરેલ સ્લીપ ઇન્ટર્નને લાખો કમાવવાની તક મળે છે.

છેલ્લી સીઝનની સફળતા પછી, કંપની આ વર્ષે આ પ્રોગ્રામની બીજી સીઝન લાવશે. આ વખતે તે પહેલાં કરતાં પણ વધુ વિશેષ હશે કારણ કે તે પાછલી વખત કરતા મોટી અને સારી હશે. તેમજ ઇન્ટર્નની એકબીજા સાથે સ્પર્ધા હશે. અહીં સૂવું એક કામ જેવું છે, જેના માટે તમને ૧૦ લાખ રૂપિયા મળશે.

આ મેચના વિજેતાને ૧૦ લાખ રૂપિયા મળશે. જયારે ઇન્ટર્નમાં પસંદગી પામેલાઓને ૧ લાખ રૂપિયા મળશે. ૧૦ લાખનું ગ્રાન્ડ પ્રાઇઝ છે અને વિજેતાને ભારતના સ્લીપ ચેમ્પિયનનો ખિતાબ મળશે. લગભગ ૬૦,૦૦૦ અરજદારોએ વાર્ષિક સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની બીજી સીઝન માટે અરજી કરી છે.

સીઝન ૨ માં કઠિન પસંદગી પ્રક્રિયાને કિલયર કરનારા ઉમેદવારોએ સતત ૧૦૦ રાત માટે ૯ કલાકની ઘાડ ઊંઘ લેવી પડશે. આ કામ દરરોજ રાત્રે કરવું પડશે. આ તેનું કામ હશે. સૂવા માટે, ઇન્ટર્નને વેકફિટ ગાદલું અને એક સારી સ્લીપ ટ્રેકર પ્રદાન કરવામાં આવશે. ઊંઘ માટે વૈજ્ઞાનિક અભિગમ માટે કંપની ઊંઘ નિષ્ણાતો, ફિટનેસ નિષ્ણાતો, ગૃહ સજ્જા નિષ્ણાતો વગેરે સાથેના ઇન્ટર્ન માટે કાઉન્સલીંગ સત્રોની પણ સુવિધા કરશે.

વેકફિટના સહ-સ્થાપક અનુસાર, વર્ષ ૨૦૨૦ એક અઘરૂ વર્ષ રહ્યું છે. કોરોના રોગચાળો, તાણ અને ઘરેથી કામને લીધે, લોકો મોડેથી ઊંઘવાની, ઊંઘની તંગી અને ઓછી ઊંઘની સમસ્યા જોઈ રહ્યા છે. આ ખાસ કરીને ૨૫ થી ૪૫ વર્ષના પુખ્ત વયના લોકોમાં છે. આ સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા લોકોની નિંદ્રાની પ્રાથમિકતા સમજી લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

(9:58 am IST)