Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કોરોનાની રસી છે સંજીવની

વેકસીનના ૧ ડોઝથી મોતનો ખતરો ૯૨% ઘટે

રસીના બંને ડોઝ લેનારને મૃત્યુનો ખતરો ૯૮ ટકા ઓછોઃ અભ્યાસ

નવી દિલ્હી, તા.૩: કોરોનાની વિરુદ્ઘ રસીની અસરને લઈને હવે સટીક પરિણામો સામે આવવા લાગ્યા છે. પીજીઆઈ ચંદીગઢના એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે રસીના બન્ને ડોઝ લઈ ચૂકેલા લોકોમાં મૃત્યુનો ખતરો છે ૯૮ ટકા ઓછો થયો છે. જયારે એક ડોઝ લઈ ચૂકેલા લોકોમાં આ ૯૨ ટકા ઓછો થયો છે.

નીતિ આયોગના સભ્ય ડો. વી. કે પોલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીજીઆઈ ચંદીગઢના શોધકર્તાઓએ આ અધ્યયનનું વિવરણ રજુ કર્યુ. તેમણે કહ્યું કે આ અધ્યયન વાસ્તવિત આંકડા પર છે. આને પંજાબ પોલીસ જવાનો પર કરવામાં આવ્યું છે.

અધ્યયન અનુસાર પંજાબ પોલીસના ૪૮૬૮ જવાનોએ રસીનો એક પણ ડોઝ નહોંતો લીધો. જેમાંથી ૧૫ના મોત થઈ ગયા છે. એટલે કે પ્રતિ હજાર પર મૃત્યુ ૩.૦૮ નોંધાઈ છે. જયારે ૩૫૮૫૬ પોલીસકર્મીઓને રસીના એક ડોઝ લાગ્યા હતા. જેમાંથી ૯દ્ગક્ન મોત થયા છે. આ દર પ્રતિ ૧ હજાર કર્મીઓ પર ૦.૨૫ રહી. પંજાબ પોલીસના ૪૨૭૨૦ કર્મીઓને રસીના બન્ને ડોઝ લગાવ્યા છે. જેમાંથી બે લોકોના મૃત્યુ થયા છે. પ્રતિ ૧ હજાર પર આ ૦.૦૫ નોંધાયી છે.

પોલે કહ્યું કે આ અધ્યયનમાં સંક્રમણના આંકડા નથી. ફકત મૃત્યુના આંકડા ભેગા કરવામાં આવ્યા છે. આ અધ્યયન જણાવે છે કે એક ડોઝ લેવા પર મુત્યુથી બચાવ ૯૨ ટકા અને બન્ને ડોઝ લેવા પર ૯૮ ટકા હોય છે. આની પહેલા સીએમસી વેલ્લૂરના સ્વાસ્થ્ય કર્મીઓ પર એક અધ્યયન કરવામાં આવ્યું હતુ. જેના પરિણામ પણ આનાથી મળતા આવે છે. અધ્યયનમાં સાબિત થાય છે કે રસી જીવ બચાવે છે.

(10:22 am IST)