Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ગોલ્ડન બાબાએ બનાવડાવ્યું લાખોની કિંમતનું સોનાનંુ માસ્ક !

આ માસ્કની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યુ છે

કાનપુર,તા.૩: કોરોના વિરુદ્ઘની લડાઇમાં માસ્ક એક ખૂબ જ અગત્યનું હથિયાર બન્યું છે. ઘરથી બહાર નીકળતાં સમયે માસ્ક ભૂલાઇ ન જાય તેનું લોકો ખાસ ધ્યાન રાખતાં હોય છે. ઘણા લોકો માટે માસ્ક હવે ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. લોકો પોતાના ડ્રેસની મેચિંગ માસ્ક પહેરતાં જોવા મળી રહ્યાં છે.

કાનપુરના જાણીતા ગોલ્ડન બાબાએ સોનાનું માસ્ક બનાવડાવ્યું છે. જે આજકાલ ચર્ચામાં છે. ઉત્ત્।રપ્રદેશના કાનપુરમાં ગોલ્ડન બાબાના નામથી જાણીતાં મનોજ સેંગરે સોનાનું માસ્ક બનાવડાવ્યું છે. આ માસ્કની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે.

મનોજાનંદ મહારાજ ઉર્ફ ગોલ્ડન બાબાનું કહેવું છે કે, માસ્કની અંદર એક સેનિટાઇઝરની લેયર છે, જે ૩૬ મહિના સુધી કામ કરશે. તેમણે પોતાના માસ્કને શિવ શરણ માસ્ક નામ આપ્યું છે. તે કહે છે કે, બીજી કોરોનાની લહેર ઘાતક રહી છે. આ માસ્ક ટ્રિપલ કોટેડ છે. સેનિટાઇઝ કરાયું છે અને ત્રણ વર્ષ સુધી ટકી શકશે. ઉલ્લેખનીય છે કે, મનોજને સોનું પહેરવાનું બહુ શોખ છે. તેના લીધે જ તે ગોલ્ડન બાબાના નામથી ઓળખાય છે.

(10:02 am IST)