Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

૫ લાખનું મળી શકે વળતર

માર્ગ અકસ્માતમાં મૃતકના પરિવારને ૧૦ દિ'માં વળતર : હવે વર્ષો સુધી ભટકવું નહિ પડે

નવી દિલ્હી તા. ૩ : રોડ એકસીડન્ટમાં મરનારના પરિવારે વળતર મેળવવા માટે હવે વર્ષો સુધી ઠેર ઠેર ભટકવું નહીં પડે. પીડિત પરિવારને ઘેર બેઠા દસ દિવસમાં વળતર મળશે. પાયલોટ પ્રોજેકટ તરીકે આ વ્યવસ્થા શનિવાર (૩ જુલાઇથી) દિલ્હીમાં લાગુ થઇ રહી છે. સારા પરિણામો આવશે તો તેને આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટના નેતૃત્વમાં આ વ્યવસ્થા લાગુ કરવા માટેના માપદંડ તૈયાર કરાયા છે. દિલ્હી વિધિક સેવા ઓથોરીટી, દિલ્હી પોલિસ, પરિવહન અને નેશનલ હાઇવે મંત્રાલય તથા જનરલ ઇન્સ્યોરન્સ કંપની કાઉન્સીલની મદદથી તેને બનાવાયા છે.

નવી વ્યવસ્થા હેઠળ આખા કેસની સુનાવણીમાં સામેલ થનારા વિભાગોની જવાબદારી નક્કી કરી દેવાઇ છે. વિભાગોએ નિર્ધારીત કલાકો અને દિવસોમાં પોતાનું કામ પુરૃં કરવું પડશે. ૧ મે ૨૦૨૧ પીસ રોડ એકસીડન્ટમાં થયેલ મોતના કેસોમાં આ વ્યવસ્થા લાગુ થશે. વિધીક સેવા ઓથોરીટીના સચિવ ગૌતમ મનને જણાવ્યું કે, આનાથી પીડિત પરિવારોને જલ્દી રાહત મળી શકશે.

(10:04 am IST)