Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

૨૪ કલાકમાં ૪૪,૧૧૧ દર્દીઓ નોંધાયાઃ ૭૩૮ મોત

કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૩,૦૫,૦૨,૩૬૨ પર પહોંચી

નવી દિલ્હી, તા.૩: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસ ના નવા ૪૪ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૭૩૮ લોકોના કોરોનાથી જીવ ગયા છે. ગઈ કાલે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ નવા ૪૬,૬૧૭ કેસ નોંધાયા હતા અને એક દિવસમાં ૮૫૩ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૪૪,૧૧૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૩,૦૫,૦૨,૩૬૨ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૪,૯૫,૫૩૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૫૭,૪૭૭ દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૯૬,૦૫,૭૭૯ દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. સરકારી આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૭૩૮ દર્દીઓના જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૦૧,૦૫૦ પર પહોંચી ગયો છે. હાલ દેશમાં વેકસીનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ ૩૪,૪૬,૧૧,૨૯૧ ડોઝ અપાયા છે.

(11:31 am IST)