Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

યુપી જીલ્લા પંચાયત પ્રમુખની આજે ચૂંટણી

રર જીલ્લામાં બિનહરીફ જયારે પ૩ જીલ્લામાં આજે મતદાન અને પરિણામ

લખનૌ : યુપીમાં ૭પ જીલ્લા પંચાયતોના પ્રમુખની ચૂંટણીમાંથી રર જીલ્લાઓમાં બિનહરીફ જાહેર થયા છે. જેમાંથી ર૧ ભાજપા અને ૧ સપાના છે. બાકીના પ૩ જીલ્લાઓ માટે આજે ૩ જુલાઇએ મતદાન અને મત ગણતરી થવાની છે. મોટાભાગના જીલ્લાઓમાં ભાજપા અને સપા વચ્ચે સીધો મુકાબલો છે. બસપાએ અંતિમ સમયે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે તો કોંગ્રેસ કોઇપણ જીલ્લામાં મુકાબલમાં નથી. કેટલાક જીલ્લાઓમાં અપક્ષ અને સ્થાનિક નેતાઓ નિર્ણાયક ભૂમિકામાં છે. આ દરમ્યાન જીત માટે જોડતોડ ફરવા મોકલી દેવાયા છે. તો કેટલાક સભ્યો જીલ્લાની બહાર જતા રહ્યા છે અને તેમના મોબાઇલ બંધ છે. આના લીધે ભાજપા અને સપા બન્નેમાં બેચેની વધી ગઇ છે.

આ વખતે પંચાયત ચૂંટણીમાં જે ખાસ વાત જોવા મળી છે તે એ છે કે પહેલીવાર સભ્યોની ખરીદીને બદલે નેતાઓએ દબંગો પર વધુ વિશ્વાસ દાખવ્યો છે. છેલ્લી કેટલીક ચુંટણીઓમાં જીલ્લા પંચાયત જીતવા માટે સભ્યોને એક એક ને અલગ અલગ ઓફર અપાતી રહી છે. બ્લોક નેતાઓ સ્કોર્પિયો અને બોલેરો જેવી ગાડીઓ પણ ઓફર કરતા હોય છે પણ આ વખતે ઓછા જિલ્લામાં ખરીદ વેચાણ ના સમાચારો છે. મોટાભાગમાં જીલ્લાઓમાં પંચાયત સભ્યો જીલ્લાની બહાર છે અને તેમના ફોન બંધ છે એ  ર જી જુલાઇની રાત સુધીમાં પોતપોતાના જીલ્લાઓમાં પાછા ફરશે.

(11:31 am IST)