Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રસીકરણ : સરકાર - કંપની વચ્ચેની લડાઇમાં પ્રજા સેન્ડવીચ

૬ - ૬ મહિના થયા છતાં સ્વદેશી વેકસીનની સપ્લાયમાં કોઇ સુધારો નથી થયો : ફાર્મા કંપનીઓની સુસ્તી કે સરકારની અણઆવડત ? કંપનીઓએ ઉત્પાદનના મોટા મોટા દાવા કર્યા હતા

નવી દિલ્હી તા. ૩ : વર્ષના અંત સુધી કોરોના રસીકરણ પૂર્ણ કરવાનો દાવો કરી રહેલીકેન્દ્ર સરકારની આશા પર પાણી ફરી વળવાનાએંધાણ જોવા મળી રહ્યા છે. ફાર્મા કંપનીઓના મોટા મોટા દાવા પર ભરોષોકરીને સરકારેડિસેમ્બર ૨૦૨૧ સુધી ૨૧૬ કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવાની ઘોષણા કરી પરંતુ હાલમાં થોડાક દિવસ જ બાદ સરકારે તેમના લક્ષ્યમાં ૩૦ ટકા ડોઝ ઓછા કરવા કરવા પડ્યા. કારણકેછ મહિના બાદ પણ સ્વદેશી કોવેકિસનની અછતમાં કોઈ સુધારનથી. હૈદરાબાદમાં આવેલ ભારત બાયોટેક કંપની કર્ણાટક સહિત ચાર અન્ય ફેકટરીઓમાં પણ ઉત્પાદન કરવાની ઘોષણા કરી ચુકી છે. પરંતુ ત્યાં પણ તેઓશરૂ થઈ શકયું નથી. આ પ્રકારનું પુણેમાં આવેલસીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને રશિયાની સ્પુતનિક વેકસીન અંગે પણ જુલાઈ મહિનામાં મોટો બદલાવ નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જ મુજબ, આ જુલાઈમાં રાજયોને ૧૨ કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. તેમાંથી ૧૦ કરોડ કોવીશીલ્ડઅને બે કરોડ કોવાકિસનનાડોઝ સામેલ છે. જયારેસ્પુતનિકનેઆ યાદીથી બહાર રાખવામાં આવ્યા છે. ૧૨ માંથી ૩ કરોડ ડોઝ પ્રાઇવેટ કેન્દ્રમાં ઉપલબ્ધ થશે. જયારેઅન્ય ૯ કરોડ ડોઝ સરકારી કેન્દ્રોપર લગાવામાંઆવશે.

મહત્વની વાત એ છે કે ફાર્મ કંપનીઓના દાવા આને વર્તમાન અછત વચ્ચે મોટું અંતર સ્પષ્ટ રીતે જોવા મળ્યું છે. ભારત બાયોટેક કંપનીના એમડી ડો કૃષ્ણન ઇલાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૧નાછ મહિમા સુધી તેની ક્ષમતા વર્ષના ૭૦ થી ૮૦ કરોડ ડોઝ તૈયાર કરવા પડશે. જે હાલમાં ૨૪ કરોડની આસપાસ છે. તેઓએચાર જાન્યુઆરીએદાવો કર્યો હતો કે તેની પાસે ૨ કરોડ ડોઝ પહેલેથી ઉપલબ્ધ છે. જયારે૧૨ જૂન સુધી કંપની ૨.૮ કરોડ ડોઝ જ ઉપલબ્ધ કરાવી છે.

આ જ પ્રકારે સીરમનસીઈઓ અદાર પુનાવાલાએજુલાઈ સુધી તેના ડોઝ હોવાનો દાવો કર્યો હતો કે તેઓતેને બજારમાં પણ ઉતારી શકે પરંતુ હાલની સ્થિતિ એ છે કે સિરમનું ઉત્પાદન પ્રતિ છ મહિના થીવધીને૧૦ કરોડ સુધી પહોંચવામાં પાંચ મહિના લાગ્યા. તેથી હવે કેન્દ્ર સરકારેડિસેમ્બર મહિના સુધી ૨૧૬ કરોડ ડોઝ ઉપલબ્ધ થવાનાદાવો પાછો ખેંચીને૧૩૫ કરોડ ડોઝ જ મળવાની આશા છે. જયારે૧૦ થી૩૩ ટકા સુધી ડોઝ વેડફવાનાદર મુજબ, ૪૦ ટકાથી ઓછી વસ્તી ધરાવતા લોકોનું રસીકરણ પૂર્ણ થઇ જશે. કોવેકિસન અને કોવીશીલ્ડની અછતમાં મોટો ફેરફાર થવાના કારણે સરકારે તેમની યાદીમાં ૨૫ કરોડ કોવીશીલ્ડઅને ૧૫ કરોડ કોવેકિસનની ડોઝ ઓછી કરવી પડી.

સ્વાસ્થ્ય મંત્રાલયના જ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વેકસીન ઉત્પાદન અંગે જયારેકંપનીઓને પૂછવામાં આવ્યું કે તેઓએનવો તર્ક સામેરાખ્યો છે. સીરમ અને ભારત બાયોટેક કંપનીએજાણકારી આપી છે કે આ વર્ષે તાવની રસીનું ઉત્પાદન કરવાના લીધે પણ કોરોના રસી પર અસર પડી છે. જાન્યુઆરીથી મે વચ્ચે અંદાજે ૩૦ ટકા તાવની રસીનુંઉત્પાદન થયું છે.

હૈદરાબાદ, બુલંદશહેર, અને મુંબઈની ત્રણ કંપનીઓની સાથે કરાર કરીને ભારત બાયોટેકે કોવેકિસનનુંઉત્પાદન વધારવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દરમિયાનકર્ણાટકનીવધુ એક કંપનીની સાથે કરાર થયો હતો. ત્યાં બીએસએલ ૩ સ્તરની લેબ તૈયાર કર્યા બાદ વેકિસનનું ઉત્પાદન થવાનું હતું.જે ત્રણ મહિના બાદ પણ અધૂરૃં છે. હવે આ સ્થળો પર ઉત્પાદન શરૂ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે.

માર્ચમાં સરકારેકોવીશીલ્ડ અને કોવેકિસનની૧૨ કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો હતો. જેનાહેઠળ હજુ સુધી ડોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી.

(11:33 am IST)