Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

નીરવ મોદીની બહેન પૂર્વી અને તેના પતિ સામેના બધા વોરંટો કોર્ટે કર્યા રદ્દ

નવી દિલ્હીઃ. પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ (પીએમએલએ)ની સ્પેશ્યલ કોર્ટે ગયા અઠવાડીયે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી અને તેના પતિ મૈનાક મેહતા સામે પીએનબી કૌભાંડ કેસમાં બધા પેન્ડીંગ વોરંટ પાછા ખેંચી લીધા છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે નીરવ મોદી વિરૂદ્ધ પુરાવાઓ આપવાની ઓફર કર્યા પછી આ કપલને સરકારી સાક્ષી બનાવાયા હતા.

૨૦૧૮ની ૨૭ જુલાઈએ તેમના પર ઈસ્યુ થયેલ બિનજામીનપાત્ર વોરંટને પાછું ખેંચવા આ યુગલે અલગ અલગ અરજીઓ કરી હતી. તેના જવાબમાં ઈડીએ કહ્યું હતું કે તેને આની સામે કોઈ વાંધો નથી પણ તેમણે ઈડીને સહકાર આપવાનું ચાલુ રાખવું પડશે. જો કે હજુ પણ આ દંપતિ સાથે ઈન્ટરપોલમાં રેડ કોર્નર નોટીસ એકટીવ જ છે.

(11:36 am IST)