Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હાઈશ : દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત :ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર નહીં

ગઈકાલે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 35 પૈસા થી 40 પૈસા પ્રતિ લિટર વધારાયો હતો

નવી દિલ્હી : રોજ બરોજ વધતા ભાવ વચ્ચે આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા નથી. તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. આનો અર્થ એ થાય છે કે આજે શુક્રવારના ભાવો જ લાગુ રહેશે. ગઈકાલે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 35 પૈસા થી 40 પૈસા પ્રતિ લિટર વધારાયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર રૂ 99.16 પર પહોંચી ગયું છે જયારે ડીઝલ 89.18 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ 96 અને ડીઝલ 96.03ના ભાવે વેચાઈ રહ્યું છે.

(11:44 am IST)