Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવનાર જુગરાજ સિંઘના વચગાળાના જામીન મંજુર : ગણતંત્ર દિવસે ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લા ઉપર ધાર્મિક ધ્વજ લહેરાવ્યાનો આરોપ છે : દિલ્હી કોર્ટે 20 જુલાઈ સુધી જામીન મંજુર કર્યા

ન્યુદિલ્હી : દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવનાર જુગરાજ સિંઘના વચગાળાના જામીન મંજુર કરાયા છે.  તેના ઉપર ગણતંત્ર દિવસે ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લા ઉપર ધાર્મિક ધ્વજ ફરકાવ્યનો આરોપ છે  .દિલ્હી કોર્ટે તેના 20 જુલાઈ સુધી જામીન મંજુર કર્યા છે.

જામીન મંજુર કરતી વખતે નામદાર કોર્ટે આપેલી સૂચનાઓ મુજબ તેણે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો રહેશે તેમજ 8 ,11 ,અને 15 જુલાઈના રોજ તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે પોતાની ધરપકડ થવાના ડરથી જુગરાજ સિંઘએ દિલ્હીની તીસ હજારી કોર્ટ સમક્ષ વચગાળાના જામીન આપવા અરજ ગુજારી હતી.તેવું જી.પી.દ્વારા જાણવા મળે છે.

(1:09 pm IST)