Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

યુપી ધર્માંતરણ મામલો : ગુજરાતમાંથી પોલીસે ઝડપેલ વ્યકિતએ કર્યો મોટો ખુલાસો : યુકેથી મળ્યું હતું ર.પ૦ કરોડનું ફંડ

નવી દિલ્હી, તા. ૩ :  યુપીમાં ધર્માંતરણ માટે સલાઉદ્દીનની ધરપકડનો મામલે હવે નવો ખુલાસો થયો છે. સલાઉદ્દીનના એકાઉન્ટન્ટની કડક પૂછપરછમાં યુકેના ટ્રસ્ટ પાસેથી ૨.૫૦ કરોડનું ફંડ મળ્યાનો ખુલાસો થયો છે. યુકેના ફંડમાંથી ૪૨ લાખ હવાલાથી યુપી મોકલ્યા હતા. મળતી માહિતી મુજબ સલાઉદ્દીન ગરીબ કર્મીઓના નામે જમીન-મિલકત ખરીદતો હતો.

યુપીમાં રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ઉંમર ગૌતમ સહિત અનેક વ્યકિતઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરાઇ છે. અને કાર્યવાહી ચાલું છે. ત્યારે મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા.

આરોપી ઉમર ગૌતમ પહેલા હિન્દૂ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. ત્યારે આ ષડયંત્રમાં તપાસ કરતા ગુજરાત કનેકશન સામે આવ્યું. જે બાદ ગુજરાત ATS અને યુપી ખ્વ્લ્ની મદદથી અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી. ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી.

આરોપી ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ગુજરાત ખ્વ્લ્ પકડેલા સલાઉદ્દીન શેખ નામના વ્યકિતની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દ્વારા યુપી માં દાખલ થયેલ ધર્માંતરણ કેસમાં ૧૦ લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે.

આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ફંડિંગ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે અન્ય બીજા કનેકશન છે.

(2:59 pm IST)