Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામી નવા મુખ્યમંત્રી : બીજેપી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર મહોર : તીરથ સિંહ રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડમાં રાજકીય અટકળોનો અંત: પુષ્કર સિંહ ધામી સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે

દહેરાદુન: ઉત્તરાખંડમાં પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. બીજેપી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર મોહર લગાવવામાં આવી છે. તીરથ સિંહ રાવતના રાજીનામા બાદ ઉત્તરાખંડમાં રાજકીય અટકળો વચ્ચે ધામીને નવા સીએમ બનાવવા પર સહમતી બની હતી. પુષ્કર સિંહ ધામી સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં પેટા ચૂંટણીની અનિશ્ચિતતાઓ વચ્ચે તીરથ સિંહ રાવતના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ ઉત્તરાખંડમાં રાજકીય હલચલ તેજ હતી. તે બાદ પાર્ટીએ કેટલાક નામ પર ચર્ચા કરી હતી. આ નામમાં ચૌબાતખાલના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, શ્રીનગરના ધારાસભ્ય ધનસિંહ રાવત, પુષ્કરસિંહ ધામી અને રિતુ ખંડૂરી સાથે દોઇવાલાના ધારાસભ્ય પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતની પણ દાવેદારી હતી. અંતે ધારાસભ્યોએ પુષ્કર સિંહ ધામીના નામ પર મોહર લગાવી હતી.

પુષ્કર સિંહ ધામી ભાજપ યુવા મોરચા પ્રદેશના અધ્યક્ષ રહ્યા છે, તેમણે આરએસએસના નજીકના માનવામાં આવે છે. પુષ્કર ધામી ખટીમા વિધાનસભા ક્ષેત્રમાંથી બે વખત ધારાસભ્ય બન્યા છે.

પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર 1975માં પિથૌરાગઢના ટુન્ડી ગામમાં થયો હતો, તેમણે માનવ સંસાધન મેનેજમેન્ટ અને ઔધૌગિકમાં માસ્ટર્સ કર્યુ છે. તે 1990થી 1999 સુધી ABVPમાં અલગ અલગ પદ પર કામ કરી ચુક્યા છે.

(4:17 pm IST)