Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મુંબઈના ઉરણના નહેરુ પોર્ટ પરથી ૩૦૦ કરોડનું ડ્રગ્સ જબ્બે

કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી : હેરોઈનનો આટલો મોટો જથ્થો વર્તમાન વર્ષમાં પહેલી વખત પકડાયો, ઝડપાયેલા બે શખ્સોની પુછપરછ કરાઈ

મુંબઈ, તા. ૩  : મુંબઈમાં કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને અધધ.. ૩૦૦ કરોડ રુપિયાનુ ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ સરકાર પણ ચોંકી ઉઠી છે.

કસ્ટમ વિભાગે પકડાયેલા ડ્રગ્સમાં ૨૯૦ કિલો હેરોઈનનો સમાવેશ થાય છે.આટલો મોટો જથ્થો નવી મુંબઈના ઉરણ કિનારા પરના જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ખાતેથી પકડવામાં આવ્યો છે.કસ્ટમ વિભાગે હવે આ કેસને ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સના હવાલે કરી દીધો છે.આ પ્રકરણમાં બે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હેરોઈનનો આટલો મોટો જથ્થો વર્તમાન વર્ષમાં પહેલી વખત પકડાયો છે.ગયા વર્ષે આ જ રીતે ૧૯૧ કિલો હેરોઈન પકડાયુ હતુ.કસ્ટમ વિભાગને ચકમો આપવા માટે આ ડ્રગ્સને આર્યુવેદિક ઔષધિ તરીકે ગમઆવવામાં આવી રહ્યુ હતુ.પંજાબ પોલીસે અમૃતસર જિલ્લામાં ૧૯૧ કિલો હેરોઈનનો આ જથ્થો પકડયો હતો.જેમાં અફઘાનિસ્તાનના નાગરિકો સહિત ૬ ની ધરપકડ કરવામાં આવી હતી.

મુંબઈમાં ઉતારવામાં આવેલો જથ્થો ક્યાંથી આવ્યો છે અને તેને ક્યાં મોકલવાનો હતો તેની તપાસ તો હજી ચાલી રહી છે પણ હવે પૂર્વોત્તર ભારતમાં ડ્રગ્સની દાણચોરની ખતરો વધી રહ્યો છે.બાંગ્લાદેશ દ્વારા મ્યાનમારથી થતી ડ્રગ્સની હેરાફેરીના રુટ પર આકરુ અભિયાન શરુ કરવામાં આવ્યુ હોવાથી ડ્રગ્સના દાણચોરોએ રસ્તો બદલી નાંખ્યો છે.હવે આ ડ્રગ્સ ત્રિપુરા, મિઝોરમ અને આસામના રુટથી બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યુ છે.

દરમિયાન મુંબઈ પોર્ટ પર હેરોઈનનો જથ્થો પકડાયો હોવાના કારણે સરકારની બીજી એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.આ મામલામાં વધુ કેટલાક સ્ફોટક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

(7:41 pm IST)