Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ચીફ ઓફ ડિફેન્સબિપિનરાવતના નિવેદનથી એરફોર્સના ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા ખફા

એરફોર્સને આર્મીના સપોર્ટ આર્મ સહાયક તરીકે ગણાવી : એરફોર્સ આર્મીને સપોર્ટ નથી કરતી પણ યુધ્ધની સ્થિતિમાં સેનાનું નેતૃત્વ કરે છે : એરફોર્સ ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા

નવી દિલ્હી, તા. ૩ : એરફોર્સ, આર્મી અને નેવી વચ્ચે સંકલન વધારવા માટે ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ કમાન્ડ બનાવવા માટે તૈયારી ચાલી રહી છે.જોકે ભારતીય વાયુસેના આ માટે પહેલા જ વાધો ઉઠાવી ચુકી છે.જોકે હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના એક નિવેદન બાદ એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદોરિયાની નારાજગી વધી ગઈ છે.

બિપિન રાવતે ઈન્ડિયન એરફોર્સને આર્મીના સપોર્ટ આર્મ એટલે કે સહાયક તરીકે ગણાવી છે.જનરલ રાવતે કહ્યુ હતુ કે, જ્યારે વાયુસેના માત્ર આર્મીના સપોર્ટિંગ રોલમાં છે ત્યારે તેને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ કમાન્ડ સામે વાંધો હોવો જોઈએ નહીં.એમ પણ યુધ્ધના સમયમાં સુરક્ષા દળોને એરફોર્સ સપોર્ટ આપે તેવી અપેક્ષા રખાતી હોય છે.

જોકે એર માર્શલ ભદૌરિયાને આ નિવેદન પસંદ આવ્યુ નથી.તેમણે કહ્યુ છે કે, ઈન્ડિયન એરફોર્સ ભારતીય આર્મીની સપોર્ટિંગ આર્મ નથી.એરફોર્સની તાકાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, તે ગ્રાઉન્ડ ફોર્સીસના પહેલા એટેક કરીને તેમની સામે ગ્રાઉન્ડ પર રહેલા જોખમને દુર કરે છે.એરફોર્સ આર્મીને સપોર્ટ નથી કરતી પણ યુધ્ધની સ્થિતિમાં સેનાની આગેવાની કરે છે.

તેમણે કહ્યુ હતુ કે, કોઈ પણ ઈન્ટિગ્રેટેડ વોરમાં દેશના એરપાવરની બહુ મોટી ભૂમનિકા રહેતી હોય છે.ભારતીય વાયુસેના ઈન્ટિગ્રેટેડ કમાન્ડ માટે કમાન્ડ માટે પ્રતબિધ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડમાં આર્મી, એરફોર્સ અને નેવીની વિવિધ ટુકડીઓનો સમાવેશ કરવાનો અને તે કોઈ ચોક્કસ પડકારને પહોંચી વળવા એક જ ઓપરેશન કમાન્ડર હેઠળ કામ કરે તેવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

(9:01 pm IST)