Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મિઝોરમ-આસામ વચ્ચે સરહદ મામલે પોલીસ આમને-સામને

બે દેશો નહીં બે રાજ્યોની સરહદનો વિવાદ : મિઝોરમના પોલીસ જવાનો દ્વારા બનાવાયેલા બે કામચલાઉ કેમ્પને આસામની પોલીસે નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. ૩ : બે દેશો વચ્ચે સરહદનો વિવાદ થાય તે તો સમજી શકાય છે પણ ભારતના બે રાજ્યો સરહદના મામલે એક બીજાની સાથે ટકરાવમાં ઉતર્યા છે.

મિઝોરમ પોલીસે આસામ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, મિઝોરમના પોલીસ જવાનો દ્વારા બનાવવામાં આવેલા બે કામચલાઉ કેમ્પને આસામ પોલીસે નુકસાન પહોંચાડ્યુ છે.આ આરોપ બાદ બંને રાજ્યોની સરહદ પર તનાવ વધી ગયો છે.મિઝોરમના કોલાસિબ જિલ્લાના તંત્રના કહેવા પ્રમાણે રાજ્યની પોલીસે બોર્ડર એરિયામાં ત્રણ કેમ્પ ઉભા કર્યા હતા.જેમાંથી બેને આસામ પોલીસે નુકસાન પહોંચાડયુ છે.

જેના જવાબમાં આસામનુ કહેવુ છે કે, આ કેમ્પ આસામની બોર્ડરમાં બનાવવામાં આવ્યા હતા, મિઝોરમ પોલીસે આસામમાં ઘૂસણખોરી કરીને જંગલની જમીન પર કેમ્પ લગાવ્યા હતા.આસામ સરકારનુ કહેવુ છે કે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ થઈ રહ્યુ હતુ તે વખતે કામચલાઉ કેમ્પ જોવા મળ્યા હતા.જે જંગલની જમીન પર બનાવાયા હતા અને સુપ્રીમ કોર્ટનુચકહેવુ છે કે, વન વિસ્તારમાં કોઈ પણ પ્રકારનુ દબાણ થઈ શકે નહીં.

આસામ સરકારે વધુમાં કહ્યુ છે કે, મિઝોરમ અને આસામના અધિકારીઓ વચ્ચે બોર્ડર બેઠક થવી જોઈએ જેથી લોકોને ખબર પડે કે જમીન પર શું ચાલી રહ્યુ છે.આસામ દ્વારા આ મામલે મિઝોરમ સરકારને પત્ર પણ લખવામાં આવ્યો છે.

(9:02 pm IST)