Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કોર્ટને ગેરમાર્ગે દોરીને પાસપોર્ટ રિન્યુ કરાવ્યાની જાવેદની અરજી

જાવેદ અખ્તર-કંગના રનૌતના ટકરાવમાં નવો વળાંક : સુશાંતના મોત બાદ કંગનાએ અખ્તર અંગે વાંધાજનક ટિપ્પણ કરી હતી જેથી ગીતકારે કેસ કરતા તેને જામીન મળ્યા હતા

મુંબઈ, તા. ૩ : ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવ ચાલી રહ્યો છે.જેમાં હવે નવો વળાંક આવ્યો છે.

કંગના પર તાજેતરમાં નફરતભર્યા ટ્વિટ કરવાના આરોપમાં એક એફઆઈઆર થઈ હતી.એ પછી પાસપોર્ટ વિભાગે તેનો પાસપોર્ટ રિન્યૂ કરવાનો ઈનકાર કરી દીધો હતો.એ પછી તાજેતરમાં કંગનાનો પાસપોર્ટ રીન્યૂ કરવામાં આવ્યો છે.આ વાતની જાણકારી એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આપી હતી.જોકે હવે લાગી રહ્યુ છે કે, કંગનાની મુશ્કેલીઓ ફરી વધશે.કારણકે ગીતકાર જાવેદ અખ્તરે કંગનાનો પાસપોર્ટ રીન્યૂ કરવા સામે કોર્ટમાં પિટિશન કરી છે.જેમાં અખ્તરે આરોપ લગાવ્યો છે કે, કંગનાએ કોર્ટને ગેરમાર્ગે દોરી છે.

સુશાંત રાજપૂતના મોત બાદ કંગનાએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો હતો.અખ્તરે કંગના સામે આ મામલામાં કોર્ટમાં માનહાનિનો દાવો પણ કરેલો છે.એ પછી કંગનાને આ કેસમાં ૨૫ માર્ચે જામીન મળ્યા હતા પણ આ કેસ હજી પેન્ડિંગ છે.કંગનાએ પાસપોર્ટ રીન્યૂ કરતી વખતે પાસપોર્ટ ઓથોરિટીને કહ્યુ હતુ કે, મારી સામે કોઈ કેસ પેન્ડિંગ નથી.

જાવેદ અખ્તરનુ કહેવુ છે કે, કંગનાએ કેસ પેન્ડિંગ નહીં હોવાનુ કહીને સસત્ય છુપાવ્યુ છે.કંગના આ મામલામાં કોર્ટને પણ ગેમાર્ગે દોરી છે.કંગના સામે મેં કરેલો કેસ પેન્ડિંગ હોવાની જાણકારી તેણે કોર્ટને આપી નથી. આ પહેલા કંગનાએ પાસપોર્ટ રિન્યૂ નહીં થતો હોવાથી હાઈકોર્ટમાં પિટિશન કરીને માંગણી કરી હતી કે, ફિલ્મના શૂટિંગ માટે યુરોપમાં જવાનુ હોવાથી મારો પાસપોર્ટ રીન્યુ કરવામાં આવે.પાસપોર્ટ ઓથોરિટીએ એ પહેલા કંગનાનો ડિસેમ્બર ૨૦૨૧માં એક્સપાયર થતો પાસપોર્ટ રીન્યૂ કરવાની ના પાડી હતી.

(9:02 pm IST)