Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ફેસબુક-ટ્વિટરના વિકલ્પમાં ગેટર પ્લેટફોર્મ લોન્ચ કર્યું

ટ્રમ્પ પર ટ્વિટર-ફેસબુકે પ્રતિબંધ મૂકી દીધો હતો : આ પ્લેટફોર્મ ગૂગલ-એપલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ, એપ એક બ્રાઉઝર થકી પણ એક્સેસ થશે

વોશિંગ્ટન, તા. ૩ : અમેરિકન રાષ્ટ્રપતિપદની ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વિટર અને ફેસબૂકે બેન મુકી દીધો હતો.જેના કારણે ટ્રમ્પ અને તેમના સમર્થકો ભારે રોષે ભરાયા હતા.

જોકે તે સમયે જ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, અમે અમારુ પોતાનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરીશું અને હવે તેના પર અમલ પણ કરવામાં આવ્યો છે.ટ્રમ્પના સમર્થકોની ટીમે ગેટર(જીઈટીટીઆર)નામનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યુ છે.સમર્થકોનો દાવો છે કે, તેના પર ફ્રી સ્પીચ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગર લોકો વિચારો રજૂ કરી શકશે.જોકે ટ્રમ્પે હજી સુધી તેના પર પોતાનુ એકાઉન્ટ બનાવ્યુ નથી.

જોકે આ પ્લેટફોર્મ હવે ગૂગલ અને એપલ પ્લેસ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.આ એપને એક બ્રાઉઝર થકી પણ એક્સેસ કરી શકાય છે.ગેટર ઘણા ખરા અંશે ટ્વિટર જેવુ જ દેખાઈ રહ્યુ છે.ગેટલ લોન્ચ કરનારા સમર્થકોએ કહ્યુ હતુ કે, અત્યારે ભલે ટ્રમ્પ આ પ્લેટફોર્મ પર નથી પણ અમારી પાસે તેમનુ એકાઉન્ટ હેન્લડ રિઝર્વ છે.અમે ટ્રમ્પને વહેલી તકે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવવા માટે અપીલ કરી રહ્યા છે. જોકે ટ્રમ્પ દ્વારા આ મુદ્દે હજી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.ટ્વિટર અને ફેસબૂક અમેરિકન કંપનીઓ જ છે.મહદઅંશે અમેરિકાના લોકો પણ તેનો જ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ પગલાંથી વિવાદ ઊભો થયો છે.

(9:06 pm IST)