Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

મમતા બેનરજી સરકારને હવે સુવેન્દુ અધિકારીને સુરક્ષા પુરી પાડવાનો કોલકતા હાઇકોર્ટનો આદેશ

રાજ્યે સુવેન્દુ અધિકારીની સુરક્ષા - વ્યવસ્થા પાછી કેમ ખેંચી લીધી હતી ?

કોલકતા :પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પછી થયેલા હિંસાને લગતી અરજીઓની સુનાવણી હાથ ધર્યા પછી કલકત્તા હાઇકોર્ટે મમતા બેનરજી સરકારને સુવેન્દુ અધિકારીને સુરક્ષા પુરી પાડવાનો પણ આદેશ કર્યો છે.

કલકત્તા હાઇકોર્ટે સુવેન્દુ અધિકારીને સુરક્ષા પૂરી પાડવાના કેસની સુનાવણી કરતા રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે ભાજપ ધારાસભ્ય સુવેન્દુ અધિકારીને સુરક્ષા પૂરી પાડવામાં આવે નોંધનીય છે કે રાજ્ય સરકારે અગાઉ સુરક્ષા વ્યવસ્થાને પાછી ખેંચી લીધી હતી.

કલકત્તા હાઇકોર્ટે જણાવ્યું કે ગૃહમંત્રાલય દ્વારા ઝેડ-કેટેગરીની સુરક્ષાવાળા સુવેન્દુ અધિકારીને કેન્દ્રીય સુરક્ષા બળ દ્વારા કવર આપવામાં આવ્યું.

એ પછી રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટને માહિતી પૂરી પડાઇ કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા યેલો બુક પ્રમાણે ઝેડ શ્રેણીની સુરક્ષાના આધારે જ સુવેન્દુ અધિકારીની સારસંભાળ કરવામાં આવે છે. નિદેશાલય સુરક્ષાના રિપોર્ટમાં જણાવાયું કે અધિકારીને પહેલેથી જ પાયલોટ, રૃટ લાઇનિંગ અને બેઠકોની માટે રાજ્યની સુરક્ષા પૂરી પડાય છે.

 પશ્ચિમ બંગાળ દ્વારા સુવેન્દુ અધિકારીને પૂરી પડાયેલી સુરક્ષા 18 મે એ પાછી ખેંચી લેવાઇ હતી. એ પછી ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ આ મુદ્દે હાઇકોર્ટનો માર્ગ અખત્યાર કર્યો હતો, જેણે રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે રાજ્યે, સુવેન્દુ અધિકારીની સુરક્ષા - વ્યવસ્થા પાછી કેમ ખેંચી લીધી હતી ?

(12:35 am IST)