Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મુંબઇમાં ઇંધણના ભાવ સૌથી વધુ : પેટ્રોલના રૂ. ૧૧૧ અને ડિઝલનાં ૯૭ રૂપિયા સૌથી ઓછા ભાવ પોર્ટ બ્‍લેરમાં પેટ્રોલના ૮૪ રૂપિયા અને ડિઝલના ૭૯ રૂપિયા

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોના કારણે લોકો હેરાન-પરેશાન

નવી દિલ્‍હી :  દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે જેના કારણે સામાન્‍ય લોકો પરેશાન છે.

 

મળતી માહિતી મુજબ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે સામાન્ય લોકો હેરાન પરેશાન છે, ત્યારે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. પોર્ટ બ્લેરમાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય મહારાષ્ટ્રના પરભણીમાં હાલમાં દેશનું સૌથી મોંઘુ પેટ્રોલ 114.38 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે, આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં સૌથી મોંઘુ ડીઝલ 100.30 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

જાણો, તમારા શહેરનો ભાવ?

- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર

- મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર

- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

- કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

- નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર

- લખનૌમાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર

- જયપુરમાં પેટ્રોલ રૂ. 108.48 અને ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર

- તિરુવનંતપુરમમાં પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લીટર

- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 પ્રતિ લીટર

- પટનામાં પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર

- ગુરુગ્રામમાં રૂ. 97.18 અને ડીઝલ રૂ. 90.05 પ્રતિ લિટર

- બેંગલુરુમાં પેટ્રોલ રૂ. 101.94 અને ડીઝલ રૂ. 87.89 પ્રતિ લીટર

- ભુવનેશ્વરમાં પેટ્રોલ રૂ. 103.19 અને ડીઝલ રૂ. 94.76 પ્રતિ લીટર

- ચંદીગઢમાં પેટ્રોલ રૂ. 96.20 અને ડીઝલ રૂ. 84.26 પ્રતિ લીટર

- હૈદરાબાદમાં પેટ્રોલ રૂ. 109.66 અને ડીઝલ રૂ. 97.82 પ્રતિ લીટર

જુલાઈમાં શ્રીલંકાને પેટ્રોલ અને ડીઝલના બે કન્સાઈનમેન્ટ મોકલશે ભારત 

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સહાયક કંપની લંકા આઈઓસીના ચેરમેને શનિવારે જણાવ્યું હતું કે શ્રીલંકાને આ મહિને ઈંધણના બે કન્સાઈનમેન્ટ અને ઓગસ્ટમાં બીજું કન્સાઈનમેન્ટ મળશે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને ત્યાં ઇંધણ સહિત આવશ્યક ચીજવસ્તુઓની તીવ્ર અછત છે. શ્રીલંકાની સરકારે સોમવારે જણાવ્યું હતું કે મધ્યરાત્રિથી 10 જુલાઈ સુધી ફક્ત આવશ્યક સેવાઓ જ કાર્યરત રહેશે અને અન્ય તમામ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. ઇંધણના અપૂરતા પુરવઠાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

(1:00 pm IST)