Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ઇડીને ન્‍યુટ્રલ એજન્‍સી બતાવી રહ્યા છે, ર૪ કલાકમાં બદલાઇ ગયા.. આગળ.. આગળ જુઓ થાય છે શું ... : ફિલ્‍મ મેકર અશોક પંડિતે ટિવટ કરીને સંજય રાઉતની મજાક ઉડાવી

સોશ્‍યલ મિડીયા યુઝર્સે પણ જુદી જુદી ટિપ્‍પણી કરી

નવી દિલ્‍હી : મહારાષ્ટ્રમાં રાજકીય કટકોટી બાદ સરકાર બદલાઇ ગઇ છે, સરકાર બદલાતા જ હવે શિવસેના અને એનસીપી નેતાઓની મુશ્કેલીઓ પણ વધવા લાગી છે. શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉત સૌથી વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. હવે પ્રવર્તન નિદેશાલય એટલે ઇડી તરફથી સંજય રાઉતની મની લૉન્ડ્રીગ કેસમાં પુછપરછ કરવામાં આવી. સંજય રાઉતની થયેલી પુછપરછ બાદ આ ફિલ્મ મેકરે સંજય રાઉત પર કટાક્ષ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007ની જમીન ગોટાળા કેસને લઇને  સંજય રાઉતને ઇડીએ લગભગ 10 કલાક પુછપરછ કરી છે. જે પછી સંજય રાઉતે ખુદને નીડર બતાવ્યો. હવાલાથી સંજય રાઉતે કહ્યું કે, મે પોતાની જીવનમાં કોઇપણ ખોટુ કામ નથી કર્યુ.  જોકે, મારી  વિરુદ્ધ થઇ રહેલી કાર્યવાહી રાજકીય છે કે નહીં તેની ખબર તો પછીથી પડી જશે. જોકે, મને ખબર છે કે  જેના પર વિશ્વાસ ખુબ કરુ છું. સંજય રાઉતના આ નિવેદન પર ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વટી કરીને લખ્યું છે કે ઇડીને ન્યૂટ્રલ એજન્સી બતાવી રહ્યાં છે. 24 કલાકમાં બદલાઇ ગયા. આગળ આગળ જુઓ થાય છે શું…..

સંજય રાઉતના આ નિવેદન પર અશોક પંડિતની મજાક પર સોશ્યલ મીડિયા યૂઝર્સ પણ જુદીજુદી ટિપ્પણી કરવા લાગ્યા છે.કેટલાય લોકો પોતાના રિએક્શન્સ આપી રહ્યાં છે. હાલમાં ફરી એકવાર મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીની સરકાર બની ગઇ છે, જોકે, મુખ્યમંત્રી હજુ પણ શિવસેનાના જ છે.

(12:50 pm IST)