Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારે વરસાદ બાદ કટોકટીની સ્થિતિ: ન્યૂ સાઉથ વેલ્સના હજારો લોકોને શહેર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું

મુશળધાર વરસાદને કારણે સિડનીનો મુખ્ય ડેમ રાતોરાત ભરાય ગયો હતો. ન્યુકેસલ અને બેટમેન્સ ખાડી વચ્ચેના દરિયાકાંઠે રહેતા રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી છે કે આગામી ૨૪ કલાકમાં હવામાનની સ્થિતિ વધુ બગડવાની શક્યતા છે કારણ કે આજે રવિવારની રાત્રે હોક્સબરી નદીનું પૂર માર્ચ ૨૦૨૧, માર્ચ ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૨માં આવેલ પૂરના રેકોર્ડ તોડી શકે છે.

હવામાન વિજ્ઞાન બ્યુરોએ સંભવિત ભારે વરસાદની ચેતવણી આપી છે, જે ન્યૂકૅસલથી ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં બેટમેન ખાડી સુધીના પૂર્વ કિનારાના પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનું કારણ બની શકે છે, જેમાં આગામી બે દિવસમાં તીવ્ર વરસાદની અપેક્ષા છે.

ન્યૂ સાઉથ વેલ્સના ઇમરજન્સી સર્વિસિસ મિનિસ્ટર સ્ટેફ કૂકે ટ્વીટ કર્યું: "૯૫૦૦ લોકોને સ્થળાંતરિત કરવાના છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ન્યૂ સાઉથ વેલ્સ અનેક જોખમોનો સામનો કરી રહ્યું છે: અચાનક પૂર, નદીના પૂર અને દરિયાકાંઠાના ધોવાણ થઈ શકે છે. હું તમામ સમુદાયોને @NSWSES અને @BOM_NSWની સલાહ પર ધ્યાન આપવા પ્રોત્સાહિત કરું છું."

(4:01 pm IST)