Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

ભારત સરકારે ગઈ 1 જુલાઈથી દેશભરમાં સિંગલ-યૂઝવાળી પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ, વપરાશ, આયાત, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ મૂકી દીધો

 મુંબઈઃ ભારત સરકારે ગઈ 1 જુલાઈથી દેશભરમાં સિંગલ-યૂઝવાળી પ્લાસ્ટિકની અનેક ચીજવસ્તુઓના ઉત્પાદન, વેચાણ, વપરાશ, આયાત, સંગ્રહ, વિતરણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ચીજવસ્તુઓ પર્યાવરણને ખૂબ માઠી અસર પહોંચાડતી હોવાને કારણે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવી પ્રતિબંધિત સિંગલ-યૂઝ પ્લાસ્ટિક ચીજોની યાદી નીચે મુજબ છેઃ

 

પ્લાસ્ટિકની દાંડીઓ (સ્ટિક્સ)વાળા ઈયર બડ્સ

ફૂગ્ગાઓ માટે વપરાતી પ્લાસ્ટિકની દાંડીઓ

પ્લાસ્ટિકની થેલીઓ

કેન્ડી સ્ટિક્સ (કેન્ડીમાં વપરાતી પ્લાસ્ટિકની દાંડીઓ)

આઈસક્રીમમાં વપરાતી પ્લાસ્ટિકની દાંડીઓ

ડેકોરેશન માટે વપરાતું પોલીસ્ટિરીન (થર્મોકોલ)

પ્લાસ્ટિકની પ્લેટ્સ, કપ, ગ્લાસ, ચમચી-ચમચાં અને ફોર્ક્સ (કાંટા), છરી, સ્ટ્રો, સ્ટ્રે જેવી કટલરી ચીજો

મીઠાઈના બોક્સની ફરતે વીંટવામાં આવતા પ્લાસ્ટિકના રેપર અને પેકિંગ ફિલ્મ્સ (ચીજો)

આમંત્રણ પત્રિકાઓ (પ્લાસ્ટિકના ઈન્વિટેશન કાર્ડ્સ)

100 માઈક્રોનથી ઓછી માત્રાવાળું પ્લાસ્ટિક કે એમાંથી બનાવેલી ચીજ કે પીવીસી બેનર્સ

વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર સંસ્થાએ પ્રતિબંધિત સિંગલ-યૂઝ પ્લાસ્ટિકને બદલે રોજિંદા વપરાશ માટે કેટલીક વૈકલ્પિક ચીજવસ્તુઓનું સૂચન કર્યું છે જે નીચે મુજબ છેઃ

સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રો, લાકડામાંથી બનાવેલી સ્ટ્રો

ડેકોરેશનમાં ફૂગ્ગાઓનો ઉપયોગ કરવાને બદલે કુદરતી ફૂલ, કાગળના ફૂલ, કાગળના કંડિલ, રીસાઈકલ્ડ કરેલી ચીજો

લાકડાની દાંડીઓવાળા કોટનના ઈયર બડ્સ અથવા પ્રવાહી ઈયર વોશ.

શાળા કે ઓફિસોમાં રીયૂઝેબલ ગ્લાસ, મગ, ડિશ વાપરી શકાય.

એવી જ રીતે, પ્લાસ્ટિકની કટલરીને બદલે લાકડામાંથી બનાવેલા વાસણો વાપરી શકાય. પ્રવાસમાં પણ એ જ લઈ જવા.

ખરીદી વખતે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડ કે શણની બનાવેલી થેલીઓ વાપરવી.

પાણી પીવા માટે પ્લાસ્ટિકને બદલે સ્ટીલની બોટલ વાપરવી.

(5:38 pm IST)