Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ટોકિયો ઓલમ્પિક :ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌર ત્રણ ફાઉલ થતાં ઈતિહાસ રચવાથી ચૂકી: છઠ્ઠા સ્થાને રહી

કમલપ્રીત કૌર-ભારત 63.70 મીટર : 3 ફાઉલ થતાં મેડલનું સપનું સાકાર ન થયું

ટોક્યો ઓલિમ્પિકનો 11મો દિવસ છે આજે ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌર છઠ્ઠા સ્થાને રહી હતી 3 થ્રો ફાઉલ થતાં કમલપ્રીત કૌર ઈતિહાસ રચવાથી ચૂકી છે
 ટોક્યો ઓલિમ્પિકના 11 દિવસે ભારતને ડિસ્કસ થ્રોમાં નિરાશા મળી છે. કમલપ્રીત કૌર ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી છે.
ડિસ્કસ થ્રો ફાઇનલ ટેબલ મુજબ

 

ક્રમ મેડલ એથલીટ - દેશ ડિસ્કસ થ્રો અંતર

1 ગોલ્ડ ઓલમેન વૈલેરી - અમેરિકા 68.98 મીટર
2 સિલ્વર ક્રિસ્ટીન પુડેંજ- જર્મની 66.86 મીટર
3 બ્રોન્ઝ યાએમે પેરેઝ - ક્યૂબા 65.72 મીટર
6 - કમલપ્રીત કૌર-ભારત 63.70 મીટર

ડિસ્કસ થ્રો ફાઇનલ ટેબલમાં કમલપ્રીત કૌરને ટોપ 10 માં સ્થાન મળ્યું છે. તેનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન 63.70નું રહ્યું. કમલકમલપ્રીતના ત્રણ થ્રો ફાઉલ રહ્યા હતા તેણે મેડલ મેળવવા માટે 65.72મીટરથી વધુનો થ્રો કરવાનો હતો. પણ કમલપ્રીતના આ 5માં પ્રયાસમાં 61.37નો જ થ્રો રહ્યો હતો છઠ્ઠો થ્રો ફાઉલ રહ્યો હતો. જો ત્રણ થ્રો ફાઉલ ન પડ્યા હોત તો મેડલ સુધી પહોંચવામાં કમલપ્રીતને આસાની રહેત. ફાઇનલમાં 12 એથલીટમાંથી 6 સ્થાને પહોંવું પણ એક મોટી સિદ્ધિ કહેવાય. ઓલિમ્પિકમાં કમલપ્રીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. અને તેને દેશવાસીઓ વધાવી રહ્યા છે.

(12:00 am IST)