Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જમ્મુમાં મીની કલાઉડ બેસ્ટ :બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

જમ્મુના કતરા ઉધમપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યાના અહેવાલો: ભૂસ્ખલનને કારણે કેલા મોર અને સીરી રામબન નજીક રસ્તો બંધ :જમ્મુ જતા વાહનો કાઝીગુંડ પર અટકી ગયા:સિરી ખાતે પણ પથ્થરો પડયા

જમ્મુ ખાતે આજે મીની વાદળુ ફાટ્યું હતું અને માત્ર બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડી ગયાનું જાણવા મળે છે. જમ્મુના કતરા ઉધમપુર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યાના અહેવાલો મળે છે.

ભારે વરસાદને પગલે, ભૂસ્ખલનને કારણે કેલા મોર અને સીરી રામબન નજીક રસ્તો બંધ થઈ ગયો છે.  જમ્મુ જતા વાહનો કાઝીગુંડ પર અટકી ગયા. સિરી ખાતે પણ પથ્થરો પડયા અહેવાલો છે..

(12:27 am IST)