Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકાઃ રિકટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતા હતી

નવી દિલ્હી,તા.૩ : આંદામાન ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકો આજે સવારે જાગી ગયા હતા.લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવ્યા અને ડરથી દ્યરની બહાર નીકળવાનું શરૂ કર્યું. રિએકટર સ્કેલ પર ભૂકંપ ૪.૩ માપવામાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ વિશે માહિતી આપી છે. આંદામાન અને નિકોબાર અને પોર્ટ બ્લેરમાં લોકોના મનમાં ગભરાટ અનુભવતા હતા.

આ પહેલા ૧૩ જુલાઈએ આંદામાન ટાપુ ક્ષેત્રના લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી. ૩ ઓગસ્ટ એટલે કે મંગળવારે ફરી એકવાર ભૂકંપના આંચકાથી લોકો પરેશાન છે. આજે લોકોને પોર્ટ બ્લેર અને આંદામાન અને નિકોબારમાં આંચકા અનુભવાયા હતા. 

(10:32 am IST)