Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

GSTમાં ઓડિટ રિપોર્ટ પહેલા ટર્નઓવરની વિગતો એકત્ર કરાતાં વેપારીઓમાં કચવાટ

પોર્ટલ પરથી જ વેપારીઓના ટર્નઓવરની વિગતો મેળવી ડેટા મેચ કરશે

મુંબઇ,તા. ૩: જીએસટી વિભાગે ઓગસ્ટ માસથી  વેપારીઓના ટર્નઓવરના ડેટા એકત્ર  કરવા માટેની સિસ્ટમ પોર્ટલ પર તૈયાર તો  કરી દીધી છે, પરંતુ હજુ જીએસટી ઓડિટ  રિપોર્ટ જ તૈયાર નથી થયો તેમ છતાં  ટર્નઓવરની વિગતો એકત્ર કરવાની  શરૂઆત કરતાવેપારીઓમાં કચવાટ જોવા  મળી રહ્યો છે.

જીએસટીમાં કરદાતાઓ દ્વારા ભરવામાં આવતા દર મહિનાના રિટર્નના  આધારે વાર્ષિક ટર્નઓવર કેટલું થાય છે તેની સીધી જ ગણતરી સિસ્ટમ દ્વારા જ કરી દેવામાં આવશે. તેમજ કરદાતાઓને પણ તેની જાણકારી મળી રહે તે માટે કરદાતા જીએસટી પોર્ટલ પર લોગીન થતાની સાથે જ ૩.૧ નામના ટેબલમાં તેની જાણકારી સરળતાથી મળી રહે તેવી સુવિધા ઊભી કરી દેવામાં આવી છે. આ સિસ્ટમના આધારે વેપારીઓ રિટર્ન ભરવામાં ભૂલ કરી તો સિસ્ટમ દ્વારા જ તેઓને નોટિસ મોકલી આપવામાં આવનાર છે. તેના લીધે વેપારીઓની પરેશાની વધવાની શકયતા નકારી શકાય તેમ નથી. જયારે હાલમાં જીએસટીમાં ઓડિટ રિપોર્ટ તૈયાર કરવાના જ હજૂ બાકી છે. તે પહેલા જ વેપારીઓના ટર્નઓવરની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરતા વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

કારણ કે તેના લીધે એકતરફી કાર્યવાહી થવાની પણ શકયતા રહેલી છે, જેથી જીએસટી ઓડિટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ ટર્નઓવરની વિગતો એકત્ર કરીને કાર્યવાહી થાય તેવી હાલ તો વેપારીઓ ઇચ્છી રહ્યા છે.

(10:33 am IST)